1-ઉદય નગર, મવડી ચોકડી - રાજકોટ
info@rajkotvataliyaprajapati.com
શિક્ષિત અને સુસંસ્કારિત સમાજ, નવી સંસ્કૃતિનું નિર્માણ કરી શકે છે. મનસખભાઇ ધંધુકિયાના છેલ્લા દસ વર્ષનાં વિકાસનાં પથ પર હું પથયાત્રી બની વિકાસનો સાક્ષી બન્યો…
વાટલિયા પ્રજાપતિ યુવક મંડળની છેલ્લા દસ વર્ષની કામગીરીમાં આપ સર્વે જ્ઞાતિજનોના સહકરાથી હું સેવાનો સાક્ષી બન્યો… આપણા સમાજના સંગઠન માટે… પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાનું સ્વપ્ન સાકાર કરવા, આપ જ્ઞાતિજનોએ જે સહકાર આપેલ છે તે બદલ હું ગૌરવ અનુભવું છું આજે આપણાં સમાજ વિકાસની અવનવી ક્ષિતિજોને સર કરી રહ્યા છે, શૈક્ષણિક વિકાસના પથ પર આપણે સૌ મંઝીલ કાપી રહ્યા છીએ, ત્યારે
ચાલો, આપણે પ્રજાપતિના સર્વાંગી વિકાસ માટે… પ્રજાપતિના શૈક્ષણિક વિકાસના પથ પર પરિવર્તનનો પવન લાવીને એક વટવૃક્ષ સમાન સમાજને બનાવવા કઠોર પરિશ્રમ કરીએ… પારીવારિક પ્રસંગોમાં કરકસર કરીને… અંધશ્રદ્ધા અને કુરિવાજોને તિલાંજલી આપી એક એવી ઊર્જા મેળવીએ, જેના પછી એક સંસ્કારી… વિકાસશીલ પેઢીનું ઘડતર કરીએ… આપણો વિકાસ માત્ર આર્થિક વિકાસ જ ન બને પણ સાથોસાથ આપણા પૂર્વજોનાં સંસ્કારો પ્રજાપતિની આગવી ઓળખ પણ જાળવી રાખે વૈચારિક ક્રાંતિના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ… આપણા પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસ દ્વારા રાષ્ટ્ર સેવાનો ધર્મ બઝાવતા રહીએ….
“મારો સમાજ…. મારો પરિવાર… મને ગર્વ છે પ્રજાપતિ હોવાનું તેમ જ, ‘સમાજ નો સાથ સમાજનો વિકાસ’ –પથયાત્રામાં સહભાગી બની ભાવિ પેઢીનો વિકાસ કંડારતા રહીએ…
-મંત્રી રમેશભાઇ એ. ગોંડલિયા