1-ઉદય નગર, મવડી ચોકડી - રાજકોટ
info@rajkotvataliyaprajapati.com
શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક દ્વારા તા.૦૭/૧૦/૨૦૦૬નાં કુમાર છાત્રાલયનું નવનિર્માણ ખૂબ જ ટુંકાગાળામાં કરવામાં આવ્યું. ૭મી કારોબારીના કાર્યકાળમાં પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાના માર્ગદર્શન નીચે છાત્રાલયના મુખ્યદાતા વિનુભાઇ કરમશીભાઇ ધંધુકિયા (યુ.કે.) ના રૂ।.૫,૦૦,૦૦૦/- આર્થિક યોગદાન તેમજ જયંતિભાઇ ધંધુકિયા (મોમ્બાસા-કેન્યા)ના ૯ રૂમના રૂ।.૫,૬૧,૦૦૦/- તેમજ સમાજના અન્યદાતાઓનાં સહયોઅગથી રૂ।.૧૭,૯૯,૯૨૧/- ખર્ચે છાત્રાલયના સાધનો વસાવેલ છે. જેનું તા.૯/૭/૨૦૦૭ના દાતાશ્રી હસ્તે લોકાર્પણ બાદ છાત્રાલયને ખૂલ્લી મુકવામા આવી.
છાત્રાલયના દસ રૂમમાં હવા ઉજાસ, પંખા, લાઇટ, વિદ્યાર્થીઓ માટે કબાટ, શેટી-પલંગ ટેબલની પૂર્ણ સુવિધાઓ કરવામાં આવી છે. પીવાના શુદ્ધપાણી માટે મીનરળ વોટર, આર. ઓ. પ્લાન, ગરમપાણીની સુવિધા માટે સૂર્ય સંચાલિત ‘સોલાર પ્લાન’ તેમજ વિદ્યાર્થીઓના ન્હાવા ધોવાના પાણીની પૂર્ણ સુવિધાપૂર્ણ છાત્રાલયમાં પ્રતિ વર્ષ ૬૦ જેટલા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી ધો.૧૦થી કોલેજની વિવિધ શાખાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.
વાટલિયા તેમજ પ્રજાપતિ સમાજન દરેક ગોળનાં વિદ્યાર્થીઓને સમાગ ધોરને સમાન સત્ર ફી થી પ્રવેશ આપવામાં આવે છે. પ્રજાપતિના ઘણા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરીને આગળ આવ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ યુનિ. ફર્સ્ટ કે કોલેજ ફર્સ્ટ પણ આવેલ છે. સમાજમાં હવે મેડિકલ, એન્જી. માં ઘણાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે પણ હવે આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની પરીક્ષાઓ પસાર કરી ઉચ્ચ વહિવટી હોદાઓ મેળવી પરિવાર અને સમાજનું ગૌરવ વધારે તેવું આ મંડળ અને પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાનું સ્વપ્ન છે.
દરેક વિદ્યાર્થીને રૂ।.૧૦૦/- પ્રવેશ ફી, રૂ।.૩,૦૦૦/- અર્ધ સત્ર ફી અને રૂ।.૧૦૦૦ ડીપોજીટ (જે પરત કરવામાં આવે છે) થી પ્રવેશ આપવામાં આવે છે. છાત્રાલયમાં પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયા અને સદસ્યો, ગૃહપતિ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. ભવિષ્યમાં છાત્રો માટે જમવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવનાર છે.
આપણો સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વધુને વધુ વિદ્યાર્થીઓ સમાજનું નામ રોશન કરી તેમના પરિવારોનું ગૌરવ વધારે તેવી આ મંડળ તેમજ પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાની હ્રદયની ઝંખના છે. નોંધઃ વાટલિયા પ્રજાપતિ કુમાર છાત્રાલયની જેમ બીજી ગોળની પ્રજાપતિ છાત્રાલયો પણ સમાન ધોરણે પ્રજાપતિ છાત્રોને પ્રવેશ આપે તેવી મંડલની અપીલ છે.
-દિલસુખભાઇ પી. ગોંડલિયા ખજાનચીઃ વા.પ્ર.યુ.મંડળ, રાજકોટ