ઓફિસ સંપર્કં

1-ઉદય નગર, મવડી ચોકડી - રાજકોટ

ઈ-મેઈલ

info@rajkotvataliyaprajapati.com

શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજની વાડીની સુવિધાઓ…

૧૯૯૫માં દાતાશ્રીઓના સહયોગ તથા મંડળના અથાગ પરિશ્રમથી સંપાદન થયેલ સંપાદન થયેલ ૬૩૭ વાર જમીનમાં વાટલિયા પ્રજાપતિ યુવક મંડળની ૬ઠ્ઠી કારોબારીનાં કાર્યકાળમાં પ્રમુખ, મનસુખભાઇ ધંધુકીયાના પ્રમુખપદે સમાજની અદ્યતન વાડીનું નવનિર્માણ દાતાશ્રીઓનાં સંપૂર્ણ યોગદાનથી કરવામાં આવ્યું. રૂ।.૩૩,૮૫,૧૧૬/- (૩૧/૦૩/૨૦૧૨)ના ખર્ચે તૈયાર થયેલ વાડી ૨૫/૦૧/૨૦૦૫નાં વાટલિયા પ્રજાપતિ સમાજ માટે સંતો, મહંતો અને દાતાશ્રીઓ, જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતીમાં ખુલ્લી મૂકવામાં આવી અને રૂ।.૩,૨૦,૨૩૧/- ના ખર્ચે વાડી માટેના બધાં સાધનો વસાવવામાં આવેલ છે. સમાજના તેમજ અન્ય સમાજનાં જ્ઞાતિજનો તેમના પારિવારિક પ્રસંગો આનંદથી ગૌરવભેર ઉજવે છે. તેમજ જ્ઞાતિના સંગથન કાર્યો ખૂબ જ થાય છે. જેના કારણે જ્ઞાતિજનોની પારિવારિક ભાવના ખૂબ વધવા પામી છે.

નીચે ઓફીસ રૂમ તેમજ કોમ્પ્યુટર ક્લાસીસ માટે રૂમ ઉપલબ્ધ કરેલ છે. ભોજનહોલમાં રસોડુ, રૂમ, તેમજ ટોઇલેટની પૂર્ણ વ્યવસ્થા. ઉપરના માળે લગ્ન હોલ તથા અન્ય ચાર રૂમ તથા ટોઇલેટની સુવિધા સાથે મંડપની સુવિધા. હવા ઉજાશ, વોટર કુલર, પંખા વિગેરેની સંપુર્ણ સુવિધા અને પાર્કીંગને કારણે કોઇ પ્રકારની મુશ્કેલી પડતી નથી.

૧.વાડી વિકાસ યોજનામાં જ્ઞાતિજનો માટે લગ્ન પ્રસંગે ભોજન હોલના રૂ।.૧૫૦૦ લગ્નહોલ ના રૂ।.૧૦૦૦ મળી કુલ રૂ।.૨૫૦૦ની ભેટ લેવાય છે. ૨.અન્ય સમાજ માટે ભોજનહોલનાં રૂ।.૪૦૦૦ અને લગ્ન હોલના રૂ।.૩૦૦૦ મળી રૂ।.૭૦૦૦ ભેટ લેવાય છે. ૩.વાટલિયા પ્રજાપતિ સમાજના જ્ઞાતિજનોના નાના પ્રસંગ જેવા કે સગાઇ, શ્રીમંત કે અશુભ પ્રસંગે ભોજન હોલ્ના રૂ।.૧૦૦૦ લગ્નહોલના રૂ।.૫૦૦ મળીને કુલ રૂ।.૧૫૦૦ ભેટ લેવામાં આવે છે. ૪.વાસણ, પાંગરણ, લાઈટબીલ, સૂચીપત્ર અનુસાર ખૂશીભેટ લેવામાં આવે છે. રાત્રીના ૧૧ વાગ્યા સુધી માઇક વગાડવા દેવામાં આવે છે. ૫.વાડીમાં જી. એસ. પી. સી. ગેસની લાઇનની સુવિધા, એઠવાડ માટે મશીનનો ઉપયોઅગ કરવામાં આવે છે. લગ્ન હોલમાં વોટર કુલર, આરોપ્લાન પણ નાખેલ છે. ૬.૧૦૦૦ મેલામેટ ડીશ સેટ, ૧૦૦ ગાદલા સેટ, ૧૨૫ ખુરશી, ૨ લગ્ન મંડપ, બુફે ટેબલો તેમજ અન્ય વાસણ-પાગરણની સંપૂર્ણ સગવડ ઉપલબ્ધ છે. ૭.અશુભ પ્રસંગે બેસણા માટે જ્ઞાતિજનોને સ્વૈચ્છિક દાનથી આપવામાં આવે છે. ૮.વાડીમાં પાણીની સુવિધા બોરમાં પાણી હોય ત્યાં સુધી આપવામાં આવે છે અને વાડીની સ્વચ્છાતાનો પુરો આગ્રહ રાખવામાં આવે છે. ૯.વા.પ્ર. સિવાય અન્ય પ્રજાપતિ ગોળ માટે વાડી વાપરનારને ૨૦% વાડી વિકાસભેટમાં રાહત કરી આપવામાં રાહત કરી આપવામાં આવે છે.

-વલ્લભભાઇ સી. ગોંડલિયા ઉપપ્રમુખઃ વા.પ્ર.યુ.મંડળ, રાજકોટ