ઓફિસ સંપર્કં

1-ઉદય નગર, મવડી ચોકડી - રાજકોટ

ઈ-મેઈલ

info@rajkotvataliyaprajapati.com

પ્રમુખશ્રીનો જ્ઞાતિજોગ સંદેશ…

૨૫ વર્ષથી સમાજ સેવાના ભેખધારી અને છેલ્લા ૧૧ વર્ષથી સમાજને સતત પ્રેરણાત્મક વિકાસલક્ષી નેતૃત્વ આપનાર શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના ચેતનવંતા ચક્રધર, જ્ઞાતિ હિતચિંતક પ્રમુખ : મનસુખભાઇ ધંધુકિયાની સામાજિક, રાજકીય અને અન્ય સંસ્થાઓમાં પણ સેવાઓ……

ઉપપ્રમુખઃ રાજકોટ બક્ષીપંચ ભા.જ.પ.
સહ કન્વીનરઃ ભા.જ.પ. પ્રદેશ વોટર મેનેજમેન્ટ
ભા.જ.પ. – રાજકોટ શહેર, કારોબારી સભ્ય
સરગમ ક્લબ, કારોબારી સભ્ય
ઇન્ચાર્જઃ મુક્તિધામ રામનાથપરા
ઇન્ચાર્જઃ રેસકોર્સ ઇન્ડોર સ્ટેડીયમ
અ.ગુ.પ્ર. સંઘ વડોદરા, કારોબારી સભ્ય
કેસરિયા પ્રજાપતિ સંઘ, ઉપપ્રમુખ
કમિટિ મેમ્બરઃ જૂનાગઢ એક્તા ભવન
સૌરાષ્ટ્ર કચ્છ પ્ર. સંઘમાં ઉપપ્રમુખ
સોનીબજાર શરાફ બજાર મહામંડળ, સભ્ય
રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ, સભ્ય
ધનલક્ષ્મી શરાફ મંડળી, ડીરેક્ટર
કપ્તાન ગેસ પ્રા. લી. શિહોર, ડીરેક્ટર
એમ. એસ. ગૃપ ઓફ કંપની

સતના સથવારે, ગુંજેલા પગલાને, ફરી ગુંજતા પગલાની અપેક્ષા…

પ્રમુખશ્રીનો જ્ઞાતિજોગ સંદેશ…

સુશિક્ષિત, સંસ્કારી અને સહિષ્ણુ સમાજ હંમેશા ‘નુતન સમાજનું ઘડતર’ કરી શકે છે. જ્યાં સુધી આપણે શિક્ષિત નહીં બનીએ ત્યાં સુધી આપણે પ્રજાપતિ સમાજને ઉત્કૃષ્ટ નહીં બનાવી શકીએ. સમયની માંગ પ્રમાણે આપણી પઢીને શૈક્ષણિક વિકાસની મંઝીલો સર કરવા પ્રેરણા રૂપ બનીએ. જેથી તેઓના, પરિવારના તેમજ સમાજના સ્વપ્નો પણ સાકાર થાય.

પરિવાર પરિચય-૨૦૧૨ના ફોર્મમાં જ્ઞાતિજનોના અભિપ્રાયો સૂચનો વાંચતા લાગ્યુ કે આપણો સમાજ સંગઠન અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિની દિશામાં જરૂર કદમ માંડી રહ્યો છે. જે કંઇ અધુરાંશ અને ઉણપો છે તેને આપણે સાથે મળી સુલજાવી… પૂર્ણ કરીએ. આપણા થકી જ સમાજ બનેલ છે. માટીના પીંડામાંથી જેમ આપણે ઘડાને ઓપ આપીએ, તેમ આપણા સમાજનાં સર્વાંગી વિકાસ માટે પુરૂષાર્થનો પણ ઓપ આપીએ… જરૂર છે, દ્રઢ સંકલ્પ, પરિશ્રમ અને સમર્પણની…

કોઇપણ વસ્તુ અશક્ય નથી. પુરુષાર્થ કરીએ… પ્રારબ્ધ જરૂર દોડતું આવશે જ મંડળની છઠ્ઠી કારોબારીના પ્રમુખનો તાજ સમાજે મને આપ્યો, ત્યારે આપણા સમાજની વાડીનું દિવ્ય સ્વપ્ન સાકાર કરવા સમાજ પાસે મેં પાંચ લાખની વ્યાજવિહીન લોન બે વર્ષ માટે મારા જોખમે માંગી… આ વિશ્વાસની બુનિયાદ પર દાતાશ્રીઓ અને જ્ઞાતિજનોના સંપૂર્ણ યોગદાનથી એક વર્ષમાં સમાજની અદ્યતન વાડીના નિર્માણ માટે હું નિમિત બન્યો, સમાજનો આ વિશ્વાસ હું કદી ભૂલી શકીશ નહીં. ત્યારબાદ માત્ર સાત માસમાં આપ સૌ જ્ઞાતિજનો અને દાતાશ્રીઓના સહકારથી આપણું શૈક્ષણિક મંદિર-‘કુમાર છાત્રાલય’નું નિર્માણ કર્યું. સમાજના પારિવારિક પ્રસંગો જ્ઞાતિજનો તો આનંદ સહ ઊજવે છે, સાથો સાથ અન્ય સમાજ પણ આપણી સુવિધાપૂર્ણ વાડીનો ખૂબ ઉપયોગ કરે છે, જે આપણા માટે ગૌરવરૂપ છે. પ્રજાપતિ સમાજના બધા ગોળના બાળકો કુમાર છાત્રાલયમાં તેમના જીવનનાં મેઘધનુષ્યરૂપ શૈક્ષણિક કારકિર્દી બાનાવી રહ્યાં છે. છેલ્લા અગિયાર વર્ષમાં સમાજ માટે જે કંઇ કરી શક્યો છું- તે આપ જ્ઞાતિજનોનું જ છે અને જ્ઞાતિમૈયાને માત્ર પરત આપવા નિમિત બન્યો છું. વિશ્વાસની આ બુનિયાદ કાયમ મારા પર આપ સૌની રહે તેવી પ્રભુને પ્રાર્થના… શૈક્ષણિક ક્ષેત્રે આપણા સમાજના બાળકોની કારકિર્દી ઘડવા, પરસ્પર સહિયારા પુરૂષાર્થ થકી માર્ગદર્શન મેળવતા રહીએ.

‘પરિવાર પરિચય-૨૦૧૨’ મને… તમને… સૌને માર્ગદર્શક બની, પરિવારોના મધુર સંબંધોની સાંકળ રચવા પ્રેરણાદાયી બની રહો… જે કંઇ માહિતીઓ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે, તે આપણને સૌને ઉપયોગી બને. ઇન્ટરનેટક્ષેત્રે દુનિયા પરસ્પર ખૂબ નજીક આવી ગઇ છે ત્યારે આ પુસ્તક આપણા સમાજ માટે તેનું માધ્યમ બને… આ પરિવાર પરિચય પુસ્તક બનાવવાનું શ્રેય હું મારી સમગ્ર કારોબારી ટીમને આપું છું… પ્રજાપતિ સમાજ આદરણીયશ્રી દલસુખભાઇ પ્રજાપતિની ચાલીશ વર્ષની મહેનતના ભોગે સંગઠન ક્ષેત્રે આગળ આવ્યો છે, ત્યારે આ પુસ્તક આપણને ખૂબ ઉપયોગી બને, સાચા અર્થમાં ‘ભોમિયો’ બને. તેવી અભ્યર્થના….

ભવદીય, મનસુખભાઇ સવજીભાઇ ધંધુકિયા
પ્રમુખઃ વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ-રાજકોટ