- મનસુખભાઇ ધંધુકિયા પ્રમુખપદે તા.૨૭/૧૦/૨૦૦૩ના છઠ્ઠી કારોબારીની રચના, વાડી માટે દાતાઓ પાસે વગર વ્યાજે ૨ વર્ષ માટે ૨ વર્ષ માટે રૂ।.૫ લાખની લોન સમાજ પાસે પોતાની જવાબદારીથી વાડીના બાંધકામ માટે લીધી.
- ૨૧/૧૧/૨૦૦૩ નવયુવાનોની સેવા સમિતિની રચના, તન-મન-ધનથી વાડીનું બાંધકામ શરૂ.
- ૧૧/૦૩/૨૦૦૩ નિર્માણકાર્યની ફલશ્રુતિ માટે પગપાળા ચોટીલા પદયાત્રા-સંગઠનની જ્યોતનો પ્રકાશ પુંજ પુરક બન્યો.
- ૧૮/૦૧/૨૦૦૪ નાથાભાઇ ઉનાગર દ્વારા સુંદરકાંડના પાઠ કરી પાયાનું ખાતમુહર્ત વાડી બાંધકામ પ્લાન, મંજૂરીની કાર્યવાહી
- ૬/૨/૦૪નાં યુ.કે. નાં દાતાશ્રી હંસરાજભાઇ ધંધુકિયા વાડીના મહાદાતા બન્યા.
- કારોબારી દ્વારા. બાંધકામ ખર્ચને પહોંચી વળવા જૂનાગઢ, જામનગર, સુરત, કાલાવડ, અમરેલી, ખાંભા વિ.ગામોમાં દાન ફંડ માટે કાર્યવાહી
- પ્રજાપતિની ઓળખ માટે ૬/૩/૦૩નાં પ્રજાપતિ સ્ટીકરનું દલસુખભાઇ પ્રજાપતિ હસ્તે વિતરણ અને શુભારંભ.
- ૪/૪/૦૪ સંતવાણીનો છગનભાઇ ઉનાગરના સંચાલન દ્વારા જગદીશબાપુની ઉપસ્થિતીમાં ભવ્ય કાર્યક્ર્મ
- દાતાઓના યોગદાનથી પ્રતિવર્ષ વિનામૂલ્યે નોટબૂક, ચોપડાનું વિતરણ.
- તા.૧૫/૩/૦૪ ભગત ગોરાકુંભારના કેલેન્ડરનું વિતરણ.
- શૈક્ષનિક ભંડોળ માટે સમાજના દરેક ઘરે શૈક્ષણિક બચત બોક્ષ ઝૂંબેશ.
- તા.૨૮/૦૭/૨૦૦૪ સત્યનારાયણ ભગવાનની સંગીતમય અનિલપ્રસાદજીના કંઠે સામૂહિક કથાનું આયોજન.
- સતાધારના મહંત પૂજ્ય જગદીશબાપુનો દેહ વિલય થતા સમાજ વર્તમાન પત્રમાં ભાવભીનો શોક સંદેશ
- અકીલા પ્રેસવાળા હરીશભાઇ ગોંડલિયાની જ્ઞાતિના કાર્યોની પ્રેસમાં જાહેરાતોની પ્રસિદ્ધી માટે સન્માન અને આભાર.
- શાસ્ત્રીય સંગીત દ્વારા સ્તુતિ નૃત્ય માટે બાળાઓ તેમજ સમાજના શિક્ષણવિદોનું સન્માન
- એ. કે. પ્રજાપતિ દ્વારા ધંધા રોજગારનો અને શૈક્ષણિક સેમીનાર.
- સમાજને અર્પણ વોટર કુલરના દાતાઓનું સન્માન.
- ૧૦/૧૦/૦૪ સમાજ ઉપયોગી રકતદાન કેમ્પ ૧૫૩ સભ્યોનું રક્તદાન. રક્તદાતાને સન્માનિત કર્યાં.
- ૧૦/૧૦/૦૪ મહિલાઓનો ધૂનસત્સંગ કાર્યક્રમ અને દાંડીયા રાસોત્સવ ‘થનગનાટ’ કાર્યક્રમ સંપન્ન
- મનસુખભાઇ ધંધુકિયા વી.સી. ગોંડલિયા દ્વારા વા.પ્ર.સમાજના બેનર નીચે ત્રણે સ્મશાન ઘાટોના ‘કોકોન્ટ પ્રેસ મશીન’ અર્પણ.
- જૂનાગઢ ગિરનાર પરિક્રમાં ‘પ્રજાપતિ પ્રતીક ખેસ’ રાજાભાઇ ગોંડલિયા દ્વારા વિતરણ
- ૨/૧૧/૦૩ થી ૧૦/૧૧/૦૪ ૬ઠ્ઠી કા.રો.નો. આર્થિક અને વિકાસલક્ષી અહેવાલ (૨૧ પાનાનો)સમાજને અર્પણ.
- ૧૩/૧૧/૦૪ ભવ્ય સ્નેહ મિલન યુ.કે. ના દાતા હંસરાજભાઇ ધંધુકિયા દ્વારા જ્ઞાતિ ભોજન અને દાતાશ્રીઓ, મંડળના પૂર્વહોદ્દેદારોનું સન્માન.
- દાતાશ્રીઓના દાનથી નવનિર્મિત વાડીનો લોકાર્પણ ૨૫/૧/૦૫ના કરવામાં આવ્યો. પંચકુંડી યજ્ઞ અને સંતવાણીમાં સતાધાર મહંત જીવરાજબાપુ પરબધામ મહંત કરશનદાસબાપુના આશીર્વચન, જ્ઞાતિજનો, દાતાઓની ઉપસ્થિતિમાં સમાજને લોકાર્પણ. જીવરાજબાપુ, કરશનદાસ બાપુ, દલસુખભાઇ પ્રજાપતિ, નંદલાલભાઇ, જે.બી.વોરા સાહેબ, અન્ય ગોળના અગ્રણી દાતાઓનું સન્માન મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા.
- વાડી લોકાર્પણ બાદ તા.૮/૧/૦૫ ચોટીલા ભવ્ય પદયાત્રા
- મરણોતર મૂડીનું પ્રેરણાદાયી આર્થિક યોગદાન સમાજને અર્પનાર, બાવલાલભાઇ માળવીનું મરણોત્તર સન્માન.
- તા.૨૫/૧/૦૫ના સમાજ માટે વાડી ખુલ્લી મૂકવામાં આવી. વાડીના નિયમો-સૂચીતપત્ર દાતાઓ દ્વારા ગાદલા, ચાદર વસ્તુદાન અર્પણ.
- આજના સમયમાં સોનાની લગડી સમાન જમીન સંપાદનમાં કપરી અને વિક્ટપરિસ્થિતિમાં ૧૯૯૫ વારની જમીન સંપાદનના સહભાગી અગ્રણીઓ છગનભાઇ ઉનાગર દાતાશ્રી અરવિંદભાઇ સરવૈયા વિગેરે દાતાશ્રીઓનો આભાર.
- વાડી લોકાર્પણ પ્રસંગે પ્રજાપતિ છગનભાઇ ઉનાગરે વાડીના નવનિર્મિત બાંધકામમાં અમૂલ્ય નેતૃત્વ પુરુ પાડનાર મનસુખભાઇ ધંધુકિયા પરિવાર અને ફાળો એકત્રિત કરનાર કારોબારી સભ્યોનું સન્માન.
- તા.૧/૩/૦૪ થી વાડીનું બુકીંગ શરૂકરવામાં આવ્યું. બેચરભાઇ રૂડકિયાએ એક વર્ષની માનદ્સેવાઓ આપી.
- તા.૨૫/૧/૦૫ ના ૩૧ સભ્યોની ૭મી કારોબારીની મનસુખભાઇ ધંધુકિયાના પ્રમુખ સ્થાને રચના.
- વા.પ્ર.શિક્ષણ સમિતિની રચના કરસનભાઇ ડી. ગોંડલિયાના અધ્યક્ષ સ્થાને મંત્રી, દિલસુખભાઇ ગોંડલિયા ખજાનચી કેતનભાઇ ગોંડલિયા તથા મંડળ દ્વારા ઘેર ઘેર બચત બોક્સ મૂકીને પ્રતિદિન રૂ।.૨/- મુજબ દાન એકત્રિત કરવા કાર્યવાહી.
- ત.૩૦/૪/૦૬ અક્ષય ત્રીજે તૃતિય સમૂહ લગ્ન નરશીભાઇ ધંધુકિયાની આગેવાનીમાં ૭ કન્યાઓને ૧૩૧ ભેટ સોગાદનો કરિયાવર વિજયબાપુની ઉપસ્થિતીમાં આપવામાં આવ્યો.
- મનસુખભાઇ ધંધુકિયાના માર્ગદર્શક હેઠળ વાડીની પ્રથમ વર્ષગાંઠે મ્યુઝી પાર્ટી અને કોર્પોરેટરશ્રીઓનું સન્માન.
- યુ.કે.ના દાતા વિનુભાઇ કે. ધંધુકિયા દ્વારા કુમારછાત્રા માટે વસંતપંચમીએ રૂ।.૫ લાખનું દાન જાહેર જયંતીભાઇ ધંધુકિયા દ્વારા રૂમ માટે રૂ।.૪,૬૧,૦૦૦/- દાન જાહેરે.
- ભક્ત ગોરાકુંભાર ચોકમાં પ્રતિમા માટેના દાતા જયંતિભાઇનું સન્માન તા.૧૧/૬/૨૦૦૬ ભક્ત ગોરાકુંભાર ચોકના નામકરણનો કોર્પોરેશનમાં ઠરાવ મંજુર કરાવ્યો.
- મનસુખભાઇ ધંધુકિયા, વી.સી.ગોંડલિયા દ્વારા ભક્ત ગોરાકુંભારની અમરગાથા આલેખતી વિડિયો ફીલ્મનું નિર્માણ
- તૃતિય સમૂહલગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ્નું આયોજન ફિલ્મ દ્વારા સ્વાસ્થ્ય સંબંધી સેમીનાર.
- મેડિકલ સુવિધા વ્યવસ્થાપન માટે સમાજમાં મેડીકલ ક્ષેત્રે સેવા આપવા કર્મચારીનું યુનીટ બનાવી આ અંગે માર્ગદશન.
- સુરત જળ પ્રલય હોનારતમાં ૧૨૦૦૦ ફૂડ પેકેટ અને ૨૦૦ કીટનું સુરત સમાજમાં વિતરણ
- કુમાર છાત્રાલયનું નિર્માણ તા.૦૭/૧૦/૦૬ના પૂર્ણ તા.૦૯/૦૨/૨૦૦૭ના છાત્રાલયનો લોકોર્પણ કરવામાં આવ્યો. પ્રતિવર્ષ સમાજના વિધાર્થીઓ માટે સમાન ધોરને સત્ર ફી થી શરૂ.
- વાડીમાં લગ્નહોલમાં તસ્વીરદાનનાં ફોટાઓ તૈયાર કરી મૂકવામાં આવ્યા.
- વાડી છાત્રાલયના વેરા ભરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી
- ધો.૧થી કોલેજ સુધીના પ્રતિવર્ષ ઓગસ્ટમાં જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ, શિલ્ડ, શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રથી સન્માન તેમજ શૈક્ષણિક માર્ગદર્શન
- પ્રતિ વર્ષે શૈક્ષણિક ચોપડાનું વિતરણ દાતાશ્રી અને જાહેર ખબરના દાતાશ્રી ઓના સહકારથી.
- તા.૨૯/૦૭/૦૭ના બાળકોના દાંતની સંભાળ માટે સંભાળ માટે કિશોર પટેલનો અને આંખ માટે ડો.મારૂનો સ્વાસ્થ્ય માટે સેમીનાર.
- તા.૧૦-૦૯-૦૭ના પર્યાવરણ જાગૃતિને ધ્યાને લઈ વાડી આગળ વૃક્ષારોપણ
- મનસુખભાઇ ધધંકિયાના નેતૃત્વ નીચે તા.૦૧/૦૬/૨૦૦૮ આઠમી કારોબારી રચના.
- ગુંદરણીગામે મણીદીપ અવધપતિ મંદિર અને દવાખાનુ બંધાવનાર બાલુભાઇ દેવગાણીયાનું સન્માન
- વાડીમાં બે કોમ્પ્યુટર દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા.
- તા.૦૭/૧૨/૨૦૦૮ સર્વગોળ પ્રજાપતિ સમૂહલગ્ન અમદાવાદમાં ૬૫૧ સમૂહ લગ્નમાં સમાજના ૬૧ સ્વયંસેવકોએ ચા, પાણીની સુવિધાની સેવાઓ આપી.
- તા.૨૯/૧૦/૨૦૦૮ સ્નેહમિલન પર્વએ ‘બેટી બચાવો’ અભિયાન અંતર્ગત સેમીનાર શિવલાલ વિકરિયા, ધારા સભ્ય ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતી
- ૧૧/૦૧/૨૦૦૯ના મહિલાઓ માટે ‘વ્યક્તિત્વ વિકાસ શિબિર’ નું આયોજન ૨૫૩ લાભાર્થીને વલ્લભભાઇ ગોંડલિયા દ્વારા ભોજન પ્રસાદ વક્તાઃ દિનેશભાઇ તથા સુરેશભાઇ પ્રજાપતિ
- સમાજના દાતાઓની રૂ।.૧,૦૦૦/-ની શૈક્ષણિક જોયજનામાં રૂ।.૨ લાખની એફ.ડી.યોજના કરી તેનું વ્યાજ દર વર્ષે આર્થિક જરૂરિયાતમંદ છાત્રોને સહાય.
- ગાંધીનગર વિધાનસભા સત્રની મુલાકાત, કારોબારી તેમજ અન્ય જ્ઞાતિજનોનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
- વાટલિયા પ્રજાપતિ રાજકોટ પરિવારની માહિતીનો ‘પરિવાર પરિચય-૨૦૧૨’ ભોમિયો ભનાવવાની કામગીરી કરવામાં આવી.
- ઠંડાપાણી માટે લગ્નહોલ-છાત્રાલયમાં વોટર્કુલર વસાવવામાં આવ્યું. તેમજ છાત્રાલયમાં સોલાર હીટરની વ્યવસ્થા
- ૧૭-૦૯-૧૧ વાડી અને છાત્રાલયમાં દાતાશ્રીઓની એક્રેલીક નામાક્ષરવાળી તક્તિઓ બનાવવામાં આવી.
- વા.પ્ર.યુવક મંડળમાં ૧૯૮૭ થી ૨૦૧૧ ના હીસાબોન ઓડીટ માટે કાર્યવાહી શરી કરવામાં આવી.
- અ.ગુ.પ્ર.સંઘંના ‘મહર્ષિ પ્રજાપતિ’ના ૧૫૦ આજીવન સભ્યો માટેની ઝુંબેશ કારવામાં આવી.
- વાડી-છાત્રાલયમાં કલરકામ કરવામાં આવ્યુ.
- ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
- અ.ગુ.પ્ર.સંઘ આયોજીત વડોદરા મહાયજ્ઞ-સંમેલનમાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિ માટે પ્રવાસનું આયોજન
- પ્રતિ વર્ષ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન-શિલ્ડ, શૈક્ષણિક, કીટ, રોકડ પુરસ્કાર
- બક્ષીપંચની માહિતી માટે સમાજ સુરક્ષા વિભાગના અધિકારી દ્વારા વિવિધ લાભો માટે માર્ગદર્શન સેમિનાર
- વાડીમાં GSPC ગેસની લાઇનની સુવિધા
- વર્ષ ૨૦૧૨ના અંતે ૯ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયા. જેમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે પ્રતિવર્ષ નરશીભાઇ ધંધુકિયા, દિલસુખભાઇ ગોંડલિયા, ધીરૂભાઇ અમેથિયા, ભરતભાઇ ધંધુકિયા, સંજય રાવલ, ગાંડુભાઇ ધોળકીયા અને અમુભાઇ ઉનાગરે સફળતા પૂર્વક કામગીરી નિભાવી.
- સમાજની વિવિધ કામગીરીમાં કોમ્પ્યુટર વર્ક માટે કેતનભાઇ ગોંડલિયા, પ્રિન્ટિંગ કામ માટે અજયભાઇ ગોંડલિયા, પ્રેસનોટ પ્રસિદ્ધ કરવા હરીશભાઇ ગોંડલિયાએ પ્રેરણાદાયી કામ સમાજ માટે કરી આપેલ છે.
-રમેશભાઇ એ. ગોંડલિયા(મંત્રી, વા.પ્ર.યુવક મંડળ)