1-ઉદય નગર, મવડી ચોકડી - રાજકોટ
info@rajkotvataliyaprajapati.com
પ્રજાપતિ કુંભાર એ ગરીબડી બીચારી જ્ઞાતિ નથી. એનો તો ભવ્યતમ્ પ્રાચીન ઇતિહાસ છે. સંસ્કૃતના વિદ્વાન આચાર્ય ચતુર સેનના પુસ્તક – वयम् रक्षाम् :- ના ઐતિહાસિક આધાર પ્રમાણે,
આંધ્રલય કે જેને આપણે પાંધ્રપ્રદેશ કહીએ છીએ. આ ક્ષેત્રના મહાદેવ ઉર્ફે સ્વામી તૃણબિન્દુ હતા. તૃણબિન્દુના પિતાનું નામ નરિષ્યન્તિ હતું. તૃણબિન્દુના સમયમાં ઋષિ પુલત્સ્ય ત્યાં મહેમાન તરીક આવ્યાં. તૃણબિન્દુને એક દિકરી હતી, ઇલબિલા, ઇલબિલાના લગ્ન ઋષિ પુલત્સ્ય સાથે થયા. ઋષિ પુલત્સ્યએ ત્યાં જ આશ્રમ બનાવ્યો. સમય જતાં ઇલબિલાને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને તેનો પુત્ર વિશ્રુવા ઋષિના નામે પ્રસિદ્ધ થયો. એ જ પ્રદેશમાં ભારદ્વાજ મુનિ રહેતા હતા. એક વખત ભારદ્વાજ મુનિ પુલત્સ્ય ઋૂષના આશ્રમમાં આવ્યા. ત્યાં વિશ્રુવા જેવા એક સુંદર યુવકથી પ્રભાવિત થઇને તેમજ તે વેદ સાહિત્યના જાણકાર છે તેવું જાણી, પોતાની દીકરીના લગ્ન એમની સાથે કર્યા. સમય જતાં વિશ્રુવાને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ વૈશ્રુવણ રાખ્યું. જે વ્ધનેશ કુબેરના નામે પ્રખ્યાત થયો. એણે પોતાની શક્તિ અને પરાક્રમથી ખંઢેર જેવી લંકા નગરીને પુનઃ આબાદ કરીને રાજ્ય કરવા લાગ્યો.
હકીકતમાં, એ લંકા દૈત્યો હતી. સુકેશના પુત્ર માલી, સુમાલી, માલ્યવાન એ લંકા વસાવી હતી. ૧૦૦ યોજન લાંબી અને ૩૦ યોજના પહોળી લંકાને એ જ દેત્યોએ વસાવીહતી. એમના વંશ જ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષને કશ્યપ સાગરના કિનારે સોનાની ખાણ મળી હતી. આ સોનાની ખાણને પોતાના અધિકારમાં કરવાં માટે દેવો-દાનવો વચ્ચે ઘણી લડાઇઓ થઇ. તેમાં માલી, માલ્યવાનની હાર થૈ અને મૃત્યુ પામ્યા. જેને લીધે સુમાલીને લંકા છોડવી પડી. કેટલાક વર્ષો સુધી સુમાલી અજ્ઞાત વાસમાં રહ્યાં. તક મળતાં એ ભારત ભૂખંડ આવ્યાં, જ્યાં વિશ્રુવા મુનિ રહેતા હતા. સુમાલીને એક દીકરી હતી, કૈકસી. જે યુવાન સુંદરી હતી. સુમાલીએ ઉચિત લાગતાં પોતાની દિકરી કૈકસીના લગ્ન વિશ્રુવા મુનિ સાથે કર્યુ.
વિશ્રુવા મુનિ અને કૈકસીને ત્યાં ત્રણ પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો. કુંબકર્ણ, વિભીષણ, સૂપર્ણખા. આમ રાવણામાં બે લોહીનું, મિશ્રણ હતું. સર્વોત્તમ પ્રજાપતિ વંશનું. સુમાલીએ રાવણના બળ અને પરાક્રમથી લંકા પર આક્રમણ કર્યુ અને વધારે રક્તપાત કર્યા વગર લંકાને પોતાના અધિકારમાં કરી લીધી અને લંકાનો પોતે રાજા બની ગયો.
લગભગ ચાર હજાર પહેલા ભારત વર્ષના મૂળ પુરુષ મનુ પ્રજાપતિ થઇ ગયા. એમને બે પુત્ર અને ત્રણ પુત્રી થઇ. પુત્ર (૧) પ્રિયવ્રત (૨) ઉત્તાન પાદ. પ્રિયવ્રતને દસ પુત્ર થયા. સૌથી મોટો પુત્ર અગ્નીદ્રને ૯ પુત્ર થયા. સૌથી મોટાનું નામ નામિ હતું. નામિના મહાજ્ઞાની પુત્ર ઋષભદેવ થઇ ગયા. ઋષભદેવને મહાપ્રતાપી ભરત થયા. જેના ઉપરથી હિમવર્ષનું નામ ભારત વર્ષ પડ્યું.
ત્યારબાદ પ્રિઅયવ્રત શાખાભાં ચાર મનુ અને ૩૫ પ્રજાપતિ થયા. સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત.
આ મનુઓના સમયને મન્વન્તર કહેવાય છે. આ જ શાખામાં ૩૫ પ્રજાપ્તિ અને છઠ્ઠાં મનુ થઇ ગયા. મનુના બીજા પુત્ર ઉતાનપાદની શાખામાં ધુવ, ચાક્ષુષ, મનુ, વેનુ, પ્રથુ, પ્રચેતસ પ્રસિદ્ધ પ્રજાપતિ થયા. આ વંશના પ્રતાપી રાજા વેનુ થયા. જેમણે વેદનો પ્રચાર કર્યું. આ વંશમાં પ્રતાપી રાજા પૃથુ થયો જેમના નામ પરથી ભૂમિનું નામ પૃથ્વી પડ્યું.
ઉત્તાનપાદની શાખામાં પ્રતાપી રાજા પ્રચતેસ પ્રજાપતિ વંશજોના કાળનો સમય સતયુગના નામથી પ્રખ્યાઅત છે. જેનો સમય તેરસો વર્ષ માનવામાં આવે છે. ચાક્ષુસ મન્વન્તરમાં ૧૦ પ્રજાપતિ રાજા થયા. ચાક્ષુસને પાંચ પુત્ર થયા. અત્યરતિ, જાનન્તિપતિ, ઉર, પુર, તપોરત. ઉરના પુત્ર અંગિરા ઋષિ થયા. જેમનુમ રાજ્ય ભારતની સીમાના અન્તિમ પ્રદેશથી માંડીને પર્શિયાના પૂર્વ ભાગ જે સત્યગિરીના નામથી પ્રસિદ્ધ હતું. એ સમયે એ ભાગને સત્યલોક કહેવાય છે. એની સામે જ સુમેર પર્વતની નજીક વૈકુંઠ ધામ હતું જે દેમાબ સંસારનું પ્રસિદ્ધ સ્થાન છે. જ્યાં હંમેશાં દિવસ જ રહે છે. રાત્રી નથી હોતી. સૂર્યની સોનેરી કિરણ જ્યાં હંમેશાં પોતાનો પ્રકાશ પાથરતી રહે છે. આ જ પ્રાંતના તપસ્વી વૈકુંઠ હતા. જેમનો પુત્ર વૈકુંઠના નામથી પ્રસિદ્ધ થયો અને ત્યારથી એ પ્રાંત વૈકુંઠ ધામ તરીકે ઓળખાયો.
અત્રિ ઋષિનો ત્રીજો ભાઇ ઉર હતા. આજે પણ ઉર બૈબીલોનિયાનો એક પ્રદેશ છે. પ્રસિદ્ધ ઉર્વશી આ જ પ્રદેશની હતે.
ઉરનો પુત્ર અંગિરા થયો. ઇ.સ.પૂર્વે ૨૨૦૦માં એક ભારી પ્રલય થયો. જેમાં દક્ષિણમાં ફારસની ખાડી, ઉત્તરમાં કશ્યપ સાગરના કિનારાના બહુ મોટો બૂ ભાગ ડૂબી ગયો. એ સમયે રશિયાનું નામ ઉત્તર મદ્ર હતું.
આજ સમયામાં, સ્વયંભૂ મનુ પ્રચેતસ પ્રજાપતિના પુત્ર અંતિમ રાજ દક્ષ પ્રજાપ્તિ થયા. જેના વંશરાજ તરીકે આપણે પ્રજાપતિ કુંભાર છીએ.
આ દક્ષ પ્રજાપતિને આઠ કન્યાઓ હતી. જે પૈકી ૧૩ કક્ષ્યપ ઋષિને દશ યમને, સ્ત્તવીસ ચંદ્રને ચાર અરિષ્ઠને બે બૃગુ ઋષિને બે કુશાંશ્વને, બે અંગીરાને પરણાવેલી.
કશયપ ઋષિના પરણાવેલી દક્ષ રાજાની કન્યા આદિતિએ બાર પુત્રો ઉત્પન્ન કર્યા. જે આદિત્ય કહેવાયા ! મોટા પુત્રનું નામ વરૂણ હતું વરૂણ સૌથી બુદ્ધિશાળી હતો. જેણે સુંદર મજાની સુષાન નગરી વસાવી. આજકાલ જેને મૈસોપાટામિયા કહે છે. સૌથી નાના પુત્રનું નામ વિવસ્વાન, જેને આપણે સુર્ય તરીકે ઓળખીએ છીએ. આ સુર્યના વંશજો એટલે આર્ય આર્ય દેવ કહેવાય ! અને વરુણ બ્રહ્મા કહેવાય ! સંસ્કૃત્માં જળને નારા કહે છે. તેથી જળનું વિભાજન કરનારને નારાયણ કહે છે. વરૂણના પુત્રો અંગિરા અને બૃગુ થયા. જેને દેવ ઋષિ કહેવાય. અંગિરાનો પુત્ર બૃહસ્પતિ, જે દેવનો ગુરુ કહેવાયો. ભૃગુને દૈત્ય રાજ હિરણ્યકશિપુએ પોતાની દિકરી પરણાવી. તેમજ પુલોમ ઋષિએ પોતાની પુત્રી પૌલીમી ને ભૃગુ સાથે પરણાવી તેનાથી યવન, ઋચિક, જમ્દ્ગ્નિ, પરસુરામ થયા. બૃગુનો દીકરો શુક્ર જે દૈત્યનો ગુરૂ કહોવાયો. શુક્રનો પુત્ર અત્રિ અને અત્રિનો પુત્ર ચંદ્ર કે જેનાથી ચંદ્ર-વંશ શરૂ થયો. અત્રિના બીજા દિકરાનું નામ ત્વષ્ટા કે જે પ્રસિદ્ધ શિલ્પી વિશ્વકર્માના નામથી પ્રખ્યાત છે. આ ત્વષ્ટાની પુત્રી રેણુ સૂર્યને પરણાવી. તેનાથી વૈવસ્ત મનુ પ્રજાપ્તિ થયા.
એ પછી, રેણુએ જોડિયાં સંતાન નામે યમ અને યમી ઉત્પન્ન કર્યા. એક સમયે રેણુ એના પતિ સૂર્યથી નારાજ થઇને પોતાના માવતરે ચાલી ગઇ અને એના જોડિયાં બાળકો યમ અને યમીને પતિના ઘરે સુવર્ણ નામની દાસીને હવાલે રાખી ગઇ. રેણુ માવતરે લાંબો સમય રહી. એના પતિ ગૃહે દાસી સૂવર્ણા ઘણી સુંદર અને યુવાન હતી. એના પર સૂર્ય મુગ્ધ થઇ ગયો અને થોડાં સમય બાદ સુવર્ણાએ એક પુત્ર અને બે પુત્રીનો જન્મ આપ્યો. પુત્રનું નામ શનિ અને પુત્રીઓના નામ તપસી અને વિષ્ટિ હતા. સૂર્યને ઘેર તેનાં પુત્ર યમ અને અપરમા સુવર્ણા વચ્ચે કાયમ ઝગડો રહેતો. એકવાર યમે એની અપર્માને લાત મારી, તો સુવર્ણાએ યમનો ટાંતિયો ભાંગી નાખ્યો. આ પ્રસંગથી સૂર્ય દુઃખી થયો તેને પોતાની ભૂલ સમજાણી અને પેલી પત્ની રણુને મનાવા સાસરે ગયો. પત્નીને મનાવી સૂર્ય સજોડે વિહાર કરવા ઉત્તરકુંડ ગયો. જેને આજકાલ કુરદિસ્તાન આરનિમિયાના નીચેના ભાગને ઉત્તરકુંડ કહે છે. અહીં રેણુએ ફરી જોડ્યા બાળકને જન્મ આપ્યો. જેને આપણે અસ્વની કુમારો કહીએ છીએ. કક્ષ પ્રજાપતિની દશ કન્યઓ યમણે પરણેલી. જેનાથી આઠ પુત્રો ઉત્પન્ન થયા. જે વસુ નામથી પ્રખ્યાત છે. મોટા પુત્રનું નામ ઘર હતું. ઘરનો પુત્ર રૂદ્ર જેને દેવ દાનવ અને માનવ સૌ મહાદેવ શિવ તરીકે પુજતા. આ રૂદ્રથી નાના બે ભાઇઓ દ્રવિણ અને દ્રવ્યવાહ રૂદ્રનો પુત્ર ગણ અને મરૂત થયા જે હિરાત (ઇરાક) અને ઇરાનમાં જૈને વસ્યા. આયમથલને આજકાલ જમસેદ કહે છે. આજે પણ આ યમથલ આપણને યમની યાદી અપાવે છે.
દક્ષ પ્રજાપતિની સૌથી મોટી દિકરી દિતિ કે જે કસ્યપને પરણાવેલી. તેનાથી ઉત્પન્ન થયેલા સંતાનો હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, અંન્ધ્રક અને વર્જાંગથી દૈત્ય વંશ શરૂ થયો. હિરણ્યકશિપુને ચાર પુત્રો થયા, પ્રહલાદ, વાસ્કીલ અને વિરોચન વિરચનનોપુત્ર બલી થયો. બલીને ઘણાં બધાં પુત્રો થયા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ બાણ હતું બાણ મહાબલી અને મહાકાલ હતો હિરણ્યકશિપુ સૌથી નાનો પુત્ર વર્જાંગ જેના પુત્રનું નામ તારક હતું. હરિણાક્ષને ઘણામ પુત્ર હતાં જેમ કે, ઉત્તર, શકુનિ ભુતસંતાપનમહાનામિ, મહાબાહુ, કાલ નાથ
દક્ષની ત્રીજી પુત્રી દનુ કે જેને કસ્યપને પરણાવેલી. આ દનુના પુત્રો શંવરશંકર, એકચક્ર, નૃશવર્મા અને પુલોમા, કિર્તીકાલીમા નામની પુત્રીઓ થઈ, જેનાથી મુલોમ વંશ અને કિર્તીકેય વંશ આગળ ચાલ્યા.
કશ્યપ ઋષિને દિતિ, અદિતિ અને અનુ સિવાય બીજી બે પત્નીઓ હતી, કદ્ર અને વિનતા.
કદ્રના વંશમાં છવીશ નાગ વંશો થયા. જેમ કે શેષનાગ, વાસુકી, કરકેટ, તક્ષક, દુતરાષ્ટ, ધનંજય, મહાનીલ, અશ્વતર, પુષ્પદલ, શંખ, અપ્રવલ વગેરે.
વિનતાને બે પુત્રો નામે ગરુણ અને અરૂણ થયા. અરૂણના બે પુત્રો, નામે સંપાજિત અને જટાયું. અને પણ અનેક સંતાનો થયા.
કશ્યપ સાગરને કિનારે હિરણ્યપુરી એ હિરન્યકશિપુની રાજધાની હતી. જેમાં સોનાની ખાણો હતી. એ ખાણો પર ફક્ત હિરણ્યકશિપુનો અધિકાર હતો. દેવોને પણ આ ખાણો જોઇતી હતી. સોનાણી આ ખાણો માટે દેવા અને દાનવો વચ્ચે ચૌદ(૧૪) યુદ્ધ થયા. જેનાથી ખૂબ નુકશાન થયું. એક જ વંશના ભાઇઓ, ભાઇ મટીને એક બીજાના શત્રુ થયા.
આ રીતે દેવ, દૈત્ય, દાનવ આર્ય, અનાર્ય, નાગ, તક્ષક, રૂદ્ર, યમ, ગરૂણ, અરૂણ, જટાયુ, સંપાર્તા વગેરે દક્ષ પ્રજાપતિની પુત્રીઓના વંશજ છે. આજની સમગ્ર માનવજાત એના સંતાન છે. પહેલા માતા ઉપરથી વંશવેલો ચાલતો પછી પિતા ઉઉપરથી વંશવેલો શરૂ થયો. સમાજના સર્વે ભાઇ બહેનોએ બરાબર સમજી લેવું જોઇએ કે આપને એક ઉજ્વળ વંશના સંતાનો છીએ. મનુ સૃમૃતિમાં જે વર્ણશંકર અને શુદ્ર લોકોની યાદી આપી છે તેમાં ક્યાંય કુંભાર, કડીયાલ કે શિલ્પીનું નામોનિશાન નથી, એટલે જ્ઞાતિ ભાઇઓ તથા બહેનોમાં કુંભાર અંગેની લઘુતાગ્રંથિ દૂર થાય અને સુંદર, સ્વચ્છ, નિર્મળ તેજમય નવો પ્રકાશ સ્ફૂર્તિ અને બળ આ લેખ વાંચવાથી મળે એવી આશા સાથે વીરમું છું.
વાટલિયા કુંભારની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગેની આપણે જેટલી વાતો જાણીએ છીએ તેમાં ઐતિહાસિક દ્રષ્ટિકોણ અને તર્કસંગત વિચારણાનો અભાવ જોવા મળે છે. આ અંગેની પૌરાણિક કથા-દંતકથાનો બેઠો પાઠ-બેઠીવાત પૂર્વાપરનો સંબંધ ચકાસ્યા વગર સ્વીકારી લેવાની આપણે ભાવના ધરાવીએ છીએ. પરિણામે, આપણે વાટલિયા કુંભારની ઉત્પતિ અંગેની સાચી કથાના સંશોધનમાં આગળ વધી શકતા નથી.
અલબત્ત, આ ઉંડું સંશોધન અને ઘણી મહેનત માંગી લે તેવો વિષય છે વળી, મત-મતાંતરને પુરતું સ્થાન છે. મારું લાંબા સમયનું ચિંતન, મનન હોવા છતાં, આ લેખ ‘આશેરાની પહેલી પીળી’ સમાન છે. રાજકોટવાસી જ્ઞાતિ સિવાયની અટકો અંગે માહિતી આપી શક્યો નથી. અપાયેલી અટકો માહિતીમાં પણ ઘણી વિગતો ખૂટે છે. વિચારણમાં કે માહિતીમાં ક્ષતિ હોવાની પૂરતી શક્યતા છે. જેઓ પાસે આ અંગે ઘટતી કે સુધારતી વિગતો હોય તો અવશ્ય મને મોકલશો. ભૂલ સ્વીકાર માટે તત્પર છું. વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિના સંશોધન કાર્યના આ શ્રી ગણેશ છે. આમાં આગળ વધવા સૌ જ્ઞાતિ-પ્રેમીને આહ્વાન છે.
મારા પરામર્શદાતાઓમાં સર્વશ્રી દામોદરભાઇ મગનભાઇ વીસાણી (બારોટ) – સાવરકુંડલા, મધુસુદનભાઇ ભાવસંગભાઇ વીસાણી (બારોટ) – જેતપુર, ઉપરાંત, શ્રી રવજીભાઇ ધોળકિયા – શિવરાજગઢનો હું આ તકે આભાર માનુ છું. આ લેખન ઐતિહાસિક તથ્યો ‘હિન્દુસ્તાનનો ઇતિહાસ’ (ઇ.સ.૧૯૨૬) પર આધારિત છે તે બદલ તેમના લેખક ઐતિહાસિક તથ્યો ‘હિન્દુસ્તાનનો ઇતિહાસ’ (ઇ.સ.૧૯૨૬) પર આધારિત છે તે બદલ તેમના લખક પ્રો.કામદારનો ઋણી છું.
આ લેખ માટે પ્રોત્સાહિત કરવા બદલ મંડળના પ્રમુખ, મંત્રી, ઉપરાંત, શ્રી અરવિંદભાઇ સરવૈયા તથા મનસુખભાઇ ધંધુકિયા, કાળુભાઇ કરશનભાઇ એકવાડિયા (સાવરકુંડલા) નો પણ આભારી છું કે જેઓ મારા સંશોધન-પ્રવાસમાં સહાયક બનેલા.
અંતમાં, આ લેખમાં દર્શાવેલ વિચાર-વિગતો અંતિમ સત્ય અને આખરી છે અથવા તેમાં ‘મંડળ’ કે ‘બારોટ’ સહમત છે તેવું માનવું નહિ. વાટલિયાની ઉત્પત્તિના સંશોધન-કર્યની કેડીમાં આ લેખ સીમાચિન્હરૂપ નહિ પણ, દિવાદાંડીરૂપ બને એવી મનોકામના સાથે વિરામું છું.
(લખ્યા તારીખ : ૩૧-૧૧-૧૯૮૯.)
ઇ.સ.૩૨૦ થી ૬૪૭ દરમ્યાન થઇ ગયેલાં દુરંધર ચક્રવર્તિ આર્યરાજાઓ ચંદ્રગુપ્ત, વિક્રમાદિત્ય (વિક્રમરાજા) સ્કંદગુપ્ત, હર્ષવર્ધન વગેરેમાંથી કોઇપણ બ્રાહ્મણ કે ક્ષત્રિય ન હતા. આમ છતાં, તેઓએ હૂણો, યવનો વગેરેના વિદેશી આક્રમણ સામે હિન્દનો તખ્તો (દિલ્હી) બચાવ્યો. ક્ષત્રિય ન હોવાછતાં, સારી ક્ષત્રિયગીરી કરીને ઉત્તમ રાજ વહીવટ અને દેશનો સર્વેદેશિય વિકાસ કરી ગયા. આર્યભટ્ટનું ગણિત, વરાહમિહિરનું ખગોળ, અજંતા-ઇલોરાનું શિલ્પ સ્થાપત્ય, અઢાર પુરાણોનો અક્ષરદેહ, શાકુંતલ, રઘુવંશ, મૃચ્છકટિક, કાદંબરી વગેરે જેવું ઉચ્ચ-વિશ્વકોટિનું અમર સાહિત્યસર્જન તેમના શાસનમાં શક્ય બનેલું.
તેમના શાસનમાં શુદ્રની સ્થિતી નબળી ચોક્કસ હતી પણ, શ્રી મનુપ્રણિત ચાર વર્ણો જ હતા. ઓઝલપ્રથા ન હતી. બાળલગ્નો ઓછા થતાં સતી પ્રથા હતી. હલકાં લોકોને સમાજની બહાર ગણવામાં આવતા. અનુલોમ લગ્નો થતા પણ, પ્રતિલોમ લગ્નો થતા નહિ. (નીચા વર્ણના પુરુષ સાથે ઉચ્ચ વર્ણની સ્ત્રીનું લગ્ન એટલે પ્રતિલોમ લગ્ન) એ વેળા જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનું અસ્તિત્વ ન હતું-એમ ઇતિહાસ કહે છે. એટલે લેખકનું એવું માનવું થાય છે કે ઇ.સ.૬૪૭ પહેલાં કુભાર, વાટલિયા કે એવી કોઇપણ જ્ઞાતિ-પેટાજ્ઞાતિનું અસ્તિત્વ ન હતું.
એ પછી ઇ.સ.૮૦૦ થી ૧૨૦૦ દરમ્યાન, રજપૂતયુગનું શાસન આવ્યું. ક્ષત્રિયો હિન્દનો તખ્તો (દિલ્હી) જાળવી શક્યા નહિ. કુસંપભર્યા નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાયેલાં હિન્દના હિન્દુઓ પણ ચાર વર્ણ છોડીને, અનેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિમાં ભરાય પડ્યા. ઇતિહાઅસ કહે છે. રજપૂતયુગમાં વર્ણને બદલે નવી જ્ઞાતિઓ થઇ. એક જ્ઞાતિમાં અનેક પેટાજ્ઞાતિઓ થઇ. એ પેટા નાતોમાં જિલ્લાવાર કે પ્રાન્તવાર ભેદો ઉભા થયા. આ ઉપરથી લેખક એવા મત ઉપર આવે છે કે, ‘વાટલિયા’ની જેમાંથી ઉત્પત્તિ થઇ તે ‘મેવાડ બ્રાહ્મણ’ અને ‘વરિયા કુંભાર’ વગેરે જેવી જ્ઞાતિઓ પણ ઇ.સ.૮૦૦ પછી અસ્તિત્વમાં આવી.
એ પછી ઇ.સ.૮૦૦ થી ૧૨૦૦ દરમ્યાન, રજપૂતયુગનું શાસન આવ્યું. ક્ષત્રિયો હિન્દનો તખ્તો (દિલ્હી) જાળવી શક્યા નહિ. કુસંપભર્યા નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાયેલાં હિન્દના હિન્દુઓ પણ ચાર વર્ણ છોડીને, અનેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિમાં ભરાય પડ્યા. ઇતિહાઅસ કહે છે. રજપૂતયુગમાં વર્ણને બદલે નવી જ્ઞાતિઓ થઇ. એક જ્ઞાતિમાં અનેક પેટાજ્ઞાતિઓ થઇ. એ પેટા નાતોમાં જિલ્લાવાર કે પ્રાન્તવાર ભેદો ઉભા થયા. આ ઉપરથી લેખક એવા મત ઉપર આવે છે કે, ‘વાટલિયા’ની જેમાંથી ઉત્પત્તિ થઇ તે ‘મેવાડ બ્રાહ્મણ’ અને ‘વરિયા કુંભાર’ વગેરે જેવી જ્ઞાતિઓ પણ ઇ.સ.૮૦૦ પછી અસ્તિત્વમાં આવી.
ઇશુની આઠમી સદીમાં, વારાણસીના ગંગા કિનારે એક વરિયા કુંભાર રહેતા. તેનું નામ ‘નરવત’ કે ‘નરપત’ હતું. (અત્રે ખરો શબ્દ નરપતિ નું અપભશ ‘નરપત’ હોવું જોઇએ.)
તેમને ત્યાં મેવાડથી કાશી વિદ્યાભ્યાસ અર્થે આવેલા શ્રી વિઠ્ઠલ દયાળજી વોરા નામના બ્રાહ્મણ બિમાર-બેશુદ્ધિને કારણે વટલાયા. ફલસ્વરૂપે બ્રાહ્મણોએ તેમને નાત-બહાર મૂક્યા. જૂવાની ઉમંરે ડગ માંડતો આ નવયુવક કફોડી પરિસ્થિતિમાં મૂકાય ગયો, તેમના ઉપર શું વીતી હશે તેની તો આપણે કલ્પના જ કરવી રહી.
વિઠ્ઠલજીના યુવા-માનસે બંડ પોકાર્યું. બ્રાહ્મણ જ્ઞાતિ સાથે કાયમી છેડો ફાડી નાખવાનું કદમ ઉઠાવ્યું. નરપત વરિયાની પુત્રી સોનબાઇ સાથે લગ્ન કરવા તૈયાર થયો. પણ ત્યાં – ‘પ્રશ્નમાં – પ્રશ્ન’ પ્રોબ્લેમમાં પ્રોબ્લેમ’ થયો કે મુરતિયો બ્રાહ્મણ અને કન્યા કુંભાર. આવા આંતરજ્ઞાતિય લગ્ન કરાવી આપવા કોઇ ગોરમહારાજ તૈયાર ન થયા. કામ પુરું કરીને જંપે તેનું નામ-યુવક યુવકને મદદ કરે તે યુવક. વિઠ્ઠલજીનો યુવન સગોભાઇ મદદે આવ્યો. તેણે ગોર-મહારાજની ભૂમિકા ભજવીને, આંતરજ્ઞાતિય લગ્ન કરાવી આપ્યા. એ સગાભાઇનો વંશવેલો એટલે આપણા વાટલિયાના કુળ્કોર મેવાડા બ્રાહ્મણો.
આમ, જે પરિસ્થિતિ-વશ થાય-લાચાર બને તે વૃદ્ધ પરિસ્થિતિનો સામનો કરે, ક્રાન્તિ કરે તે યુવ. વિઠ્ઠલજી અને સોનબાઇના આ ક્રાન્તિકારી પગલાથી એક નૂતન પેટા-જ્ઞાતિનું સર્જન થયું. તેમનો જે વંશવેલો આગળ વધ્યો તે વાટલિયા-કુંભાર.
આપણી સંસ્કૃતિ કે સમાજ વ્યવસ્થા મુજબ માતા-પિતાના દોષ યા કમનસીબીનું ફળ તેના સંતાનોને મળે છે. વિઠ્ઠલજી કે સોનબાઇને બ્રાહ્મણોએ ન સ્વીકાર્યો એ તો જાણે સમજ્યા, તેઓને વરિયા કુંભારે પણ ન સમાવ્યા. ત્યારે જ્ઞાતિ - પ્રથા કેટલી સજ્જડ હતી તેનો પ્રત્યક્ષ પૂરાવો છે. સૌને પોત-પોતાની જ્ઞાતિનું અભિમાન હતું. વરિયા કુંભાર જ્ઞાતિ પણ બ્રાહ્મણથી કમ ન્હોતી !
મોરાર
|
મકન
|
ખળભદ્ર
|
વાસુદેવ
|
હરકત (હરકાંત)
|
સોમજી
|
કલ્યાણજી
|
દયાળજી
|
વિઠ્ઠલજી ('વાટલિયા'ના આદ્યપિતા)
નોંધ :- અત્રે ઐતિહાસિક, ક્રાંતિકારી, બંડ, યુવા-માનસ વગેરે શબ્દો કોઇને ખૂંચે. આજની તારીખે આપણો કોઇ યુવક આંતર્જ્ઞાતિ લગ્ન કરે તો વિકટ પરિસ્થિતિ ન સર્જાય. જ્યારે આ તો બારસો વર્ષ પહેલાં આવું પગલું ભરવાની વાત છે.
મેવાડા વોરા બ્રાહ્મણોની જૂની વંશાવલીઓ તપાસતાં, ઉપર્યુક્ત નવ પેઢીઓની ખરાઇ થઈ શકે. એટલે જ બારોટને ચોપડે વોરાના ઉત્પત્તિ અથવા વાટલિયાની ઉત્પત્તિ ઇ.સ.પૂર્વે ૫૦ માં દર્શાવી છે.
વાટલિયાના આદ્યપિતા-વિઠ્ઠલજી અને માતા સોનબાઇનું કલ્પના-ચિત્ર આ લેખના મથાળે છાપ્યું છે. આ ચિત્ર આપણા યુવા-ચિત્રકાર શ્રી લલિતભાઇ આંબાભાઇ ધોળકિયાએ આજથી બારસો વર્ષ પહેલાનાં દેખાવ, પહેરવેશ વગેરે ધ્યાને લઇ ઘણી જહેમત લઇ તૈયાર કરેલ છે.
વાટલિયાના આદ્યપિતા-વિઠ્ઠલજી અને માતા સોનબાઇનું કલ્પના-ચિત્ર આ લેખના મથાળે છાપ્યું છે. આ ચિત્ર આપણા યુવા-ચિત્રકાર શ્રી લલિતભાઇ આંબાભાઇ ધોળકિયાએ આજથી બારસો વર્ષ પહેલાનાં દેખાવ, પહેરવેશ વગેરે ધ્યાને લઇ ઘણી જહેમત લઇ તૈયાર કરેલ છે.
આમ, સોનબાઇને કુખે જન્મેલી કન્યાઓના પિતા વિઠ્ઠલજી ઉપરોક્ત ન્યાયે બ્રાહ્મણ હતા. તેથી આ બ્રાહ્મણ કન્યાઓ ગણાય. આવી પાંચ બ્રાહ્મણ કન્યાઓને વ્યાસ, રાવલ અને જાજતર પંડ્યા (પાંડવ) ઉનેવાળ બ્રાહ્મણ (ઉનાગર)ના યુવક પ્રણ્યા. તેથી આજે વાટલિયામાં, વોરા, રાવલ, વ્યાસ, જાજાતર પાંડવ, ઉનાગર એમ છ અટકો બ્રાહ્મણની છે. (આ એક તર્ક સંગત ધારના છે બ્રાહ્મણની આ ચાર અટકો અન્ય રીતે પણ વાટલિયામાં આવી હોય)
વિઠ્ઠલજી + સોનબાઇ = પુત્ર + કુંભાર કન્યા = વોરા પરિવાર
વિઠ્ઠલજી + સોનબાઇ = પુત્રી + (વ્યાસ) (બ્રાહ્મણ) = પુત્ર + કુંભાર કન્યા = વ્યાસ પરિવાર
વિઠ્ઠલજી + સોનબાઇ = પુત્રી + (રાવલ) (બ્રાહ્મણ) = પુત્ર + કુંભાર કન્યા = રાવલ પરિવાર
વિઠ્ઠલજી + સોનબાઇ = પુત્રી + જાજાતર (બ્રાહ્મણ) = પુત્ર + કુંભાર કન્યા = જાજાતર પરિવાર
વિઠ્ઠલજી + સોનબાઇ = પુત્રી + પંડ્યા (બ્રાહ્મણ) = પુત્ર + કુંભાર કન્યા = પાંડવ પરિવાર
વિઠ્ઠલજી + સોનબાઇ = પુત્રી + ઉનેવાળ (બ્રાહ્મણ) = પુત્ર + કુંભાર કન્યા = ઉનાગર પરિવાર
જમણ કે લગ્ન એવાં ગેમ તે કારણોસરના વ્યવહારથી જે વ્યક્તિના પિતા તેની ઉચ્ચ જ્ઞાતિથી ‘નાત-બહાર’ થયેલા હોય અને એ વ્યક્તિની માતાગૂર્જર કે વરિયા કુંભાર હોય તેવી વ્યક્તિઓ પણ ‘વાટલિયા’નાં ઉદાર-દરમાં સમાવા લાગી, આવા કે અન્ય કારણોસર, ‘વાટલિયા’માં બે દશા શ્રીમાળી વાણિયા પણ વટલાણા. (તે પૈકી એક ‘ગોંડલિયા’.) એક ક્ષત્રિય ચુડાસમા વટલાયો. તેમના વંશજ ‘સરવૈયા’ થયા બીજો એક ક્ષત્રિય યુવક-ગોહિલ વટલાયો. તેમના વંશજ ‘ઘોઘારી’ તરીકે ઓળખાયા.
ગૂર્જર કુંભાર અને વરિયા કુંભાર વચ્ચે લગ્ન કે જમણનો વ્યવહાર ન હતો. કોઇ અણધાર્યા કિસ્સામાં આવો વ્યવહાર થઈ જાય તો તેમને નાત બહાર મુકી દેતા. આવા નાત-બહાર મુકાયેલાં કુંભારો પણ ‘વાટલિયા’ માં ઉમેરાતા ગયા. આવી રીતે વાટલિયામાં ૨૪ ગુર્જર કુંભારની વ્યક્તિઓ વટલાણી અને ભળી. દા.ત. એક ગૂર્જર કુંભાર, અટક ચાવડા ઇ.સ.૧૨૭૦માં વટલાયો. તેમાંથી ધંધુકિયા થયા. એક વરિયા કુભાર. અટક-નળિયાપરા વટલાયો. તેમાંથી જીકાદરા થયા.
ઉપરોક્ત ઘટનાઓમાં, અનુલોમ લગ્નો થયેલાં. તે પછી પ્રતિલોમ લગ્નોની પણ થોડી ઘટનાઓ ઘટી. પ્રતિલોમ લગ્નને કારણે વટલાયેલાં પણ વાતલિયામાં ભળ્યાં. આ રીતે નવ ઇત્તર કોમન વ્યક્તિઓ પણ વાટલિયામાં સમાય ગૈ.
આમ, કાળક્રમે વાટલિયા કુંભારનું સંવર્ધન અને વિસ્તરણ થયું. કુલ ૮૪ અટકો ધરાવતી એક વિશાળ પેટા-જ્ઞાતિમાં પરિવર્તન થયું. હાલની વાટલિયા પેટા-જ્ઞાતિ એ એકલી તેના આદિ પુરૂષ વિઠ્ઠલજીની સીધી પેઢી કે વંશજ નથી.
આ તબક્કે એટલું યાદ રાખવું ઘટે કે, ભૂતકાળમાં આપણા પૂર્વજો ભલે ગમે તે જ્ઞાતિના હતા પણ આજે આપણે જ્ઞાતિ એક છે – અને એ જ નક્કર વાસ્તવિક્તા છે. આજના મૂલ્યો પ્રમાણે, શ્રી વિઠ્ઠલજી દયાળજી વોરા અને સોનભાઇ નરપત વરિયા વચ્ચેના લગ્ન એ એક ક્રાન્તિકારી ઐતિહાસિક ઘટના હતી અને આપણે સૌ (વાટલિયા) તેના નક્કર પૂરાવા છીએ. પરિવર્તનશીલ, પ્રગતિશીલ, ઉદાર, સુધારાવાદી, ક્રાન્તિકારી વગેરે વિશેષણો-લેબલો ‘વાટલિયા’ – જ્ઞાતિને મળવા જોઇએ. ગરીબ, ભોળી, સેવાભાવી કે દબાયેલી ગણાતી આ જ્ઞાતિને બારસો વર્ષ જૂની એક ક્રાંતિકારી જ્ઞાતિ તરીકે સમાજ, આગેવાનો અને ઇતિહાસકારો ક્યારે ઓળખશે ? એ આપણો યક્ષ-પ્રશ્ન છે.
ડૉ.આઇ.જી.ઓઝાના જણાવ્યા પ્રમાણે, “તુલસીદાસે પોતાની રામાયણમાં પ્રજાપતિને અધમ કોટિનો ગણ્યો છે. જ્યારે કબીરે તેનામાં ‘સાહેબ’ના દર્શન કર્યા છે.”
-પ્રવીણ વોરા
સાવરકુંડલાના વિદ્વાન બારોટ શ્રી દામોદરભાઇ જણાવે છે કે, આજથી આઠસો વર્ષ પહેલાની ગણત્રી પ્રમાણે
વરિયામાં – ૪૪ શાખ (અટક), ગુર્જરમાં – ૧૨૦ શાખ (અટક) સોરઠિયામાં – ૧૨૦ શાખ (અટક), વાટલિયામાં – ૮૪ શાખ (અટક)
આમ વાટલિયામાં કુલ ૮૪ અટક હતિ તેમાંથી કાળક્રમે અમુક અટકની વસ્તી લુપ્ત થૈ તો તેની સામે નવી ઉમેરાય. હાલમાં, ભાવનગરના શ્રી દેવજીભાઇ વાટલિયાએ જહેમત ઉઠવીને ૧૧૧ અટકની યાદી રજૂ કરી છે તે આ પ્રમાણે છે.
૧. આંબારેલિયા, ૨. અમેથિયા, ૩. એરડ, ૪. આંબલિયા, ૫. અકેવળિયા, ૬. અડતાલીસા, ૭. અટમાળિયા, ૮. ઓડીયાણ, ૯. એકવાડિયા, ૧૦. ઉનાગર, ૧૧. ઉસવડિયા, ૧૨. કળસરિયા, ૧૩. કાકલોતર, ૧૪. કટકિયા, ૧૫. કાતરિયા, ૧૬. કાસરિયા, ૧૭. કળોદરિયા, ૧૮. કળોલિયા, ૧૯. કારેલિયા, ૨૦. કાનપરા, ૨૧. કાર, ૨૨. કારીયાણિયા, ૨૩. કઉકિયા, ૨૪. કસ્બારિયા, ૨૫. ખડસલિયા, ૨૬. ખસકિયા, ૨૭. ખાનપરિયા, ૨૮. ખદિયા, ૨૯. ગાધેસરા, ૩૦. ગુંદાળિયા, ૩૧. ગોંડલિયા, ૩૨. ગાણોલિયા, ૩૩. ઘોડાદરા, ૩૪. ઘોઘારી, ૩૫. ઘાસકટા, ૩૬. ઘરસંડા, ૩૭. ઘણેલિયા, ૩૮. ઘુડખાદિયા, ૩૯. જાજાત્તર, ૪૦. જીકાદરા, ૪૧. જેસીયા, ૪૨. જોગિયા, ૪૩. જપોદરા, ૪૪. જલાલપરિયા, ૪૫. ઝાંઝમેરા, ૪૬. ટાપણિયા, ૪૭. ડુમરાળિયા, ૪૮. ડાંખરા, ૪૯. તરસારિયા, ૫૦. દેવગાણિયા, ૫૧. ધંધુકિયા, ૫૨. ધોળકિયા, ૫૩. ધનાણિયા, ૫૪. નારીગરા, ૫૫. નાવડિયા, ૫૬. નાથાણી, ૫૭. પૂંભડિયા, ૫૮. પીપલિયા, ૫૯. પાસેસા, ૬૦. પુરસેવા, ૬૧. પંચવીયા, ૬૨. પાંડવ, ૬૩. પાણમિયા, ૬૪. પરહાંતજીયા, ૬૫. બારડ, ૬૬ બગડાણિયા, ૬૭. બાપોદરા, ૬૮. બરીણીયા, ૬૯. બાવડિયા, ૭૦. ભડિયા, ૭૧. ભડિયાદરા, ૭૨. ભુતૈયા, ૭૩. માળવી, ૭૪. માંડવિયા, ૭૫. મીંગર, ૭૬. માલણકિયા, ૭૭. રાવલ, ૭૮. રૂડકિયા, ૭૯. રહુકિયા, ૮૦. રાણા, ૮૧. લોટણિયા, ૮૨. લોલીયાણા, ૮૩. લોડણિયા, ૮૪. લાલભરી, ૮૫. વોરા, ૮૬. વ્યાસ, ૮૭. વરિયા, ૮૮. વઢીયારા, ૮૯. વસિયા, ૯૦. વાવડિયા, ૯૧. વાઢૈયા, ૯૨. વેરપરા, ૯૩. વેજલપુરિયા, ૯૪. વારસંગિયા, ૯૫. વાળુકડિયા, ૯૬. શિહોરા, ૯૭. શાખપરિયા, ૯૮. શંખબદાણિયા, ૯૯. સોમલિયા, ૧૦૦. સરતાનપરા, ૧૦૧. સોલંકી, ૧૦૨. સોંડાગર, ૧૦૩. સીંગાણી, ૧૦૪. સરવૈયા, ૧૦૫. સોરવડ, ૧૦૬. સોસવાણ, ૧૦૭. સતઉશવડિયા, ૧૦૮. સોખડિયા, ૧૦૯. સરાણિયા, ૧૧૦. સાથળિયા, ૧૧૧. હારા
૧. અમેથિયા : વિગતો પ્રાપ્ય ન થઇ.
૨. આંબલિયા : આંબલિયાની મૂળ અટક દેવગણિયા. વતન કચ્છના આંબલિયાવાડી ગામ ‘આંબલિયા’ અટક આવી. ઇ.સ.૭૩૯માં વાટલિયા કુંભારમાં ભળ્યાં.
૩. ઉનાગર : મૂળ ઉનાથી આવેલાં ઉનેવાળા (મેવાદા) બ્રાહ્મણ. ઉના પરથી ઉનાગર અટક પડી. ઇ.સ.૧૧૭૫માં ‘વાતલિયા’માં ભળ્યા.
૪. કળસરિયા : મૂળ ગૂર્જર કુંભાર. ગૂર્જથી આવીને ‘કળસાર’માં વસ્યા તેથી કળસરિયા અટક પડી.
૫. કટકિયા : મૂળ વતન ભીમદાડિયા ગામ. ઇ.સ.૧૨૦૧ માં ‘વાટલિયા’ માં ભળ્યા.
૬. ગોંડલિયા : મૂળ વતન જોધપુરની ઉત્તરે આબુથી ૭૨ કિ.મી. દૂર ભીનમાળ (શ્રીમાળી) દશા વાણિયા. ૧૧૧મા સૈકામાં ભીનમાળનો નાશ થતાં ત્રણ-ચાર વસવાટો બાદ, છેવટે ગોંડલ આવી વસ્યા તેથી ગોંડલિયા કહેવાયા. ભાકુંભાજીના વખતમાં કારભારી હતા.
૭. ઘોઘારી : મૂળ રજપૂત ગોહિલ. વિશેષ વિગતો પ્રાપ્ય થઇ નથી.
૮. જીકાદરા : મૂળ વરિયા કુંભાર. મૂળ અટક નળિયાપરા, ઉના પાસે જીકાદ્રી ગામ વસાવ્યું તે ઉપરથી જીકાદરા કહેવાયા.
૯. દેવગણિયા : ભાવનગર જિલ્લાના દેવગાણા ગામે વસ્યા તેથી દેવગાણિયા કહેવાણા. ઇ.સ.૭૧૭માં વાટલિયા કુંભારમાં ભળ્યા.
૧૦. ધોળકિયા : મૂળ ગૂર્જર કુંભાર. વતન ભીનમાળ. ઇ.સ.૯૭૫માં ‘વાટલિયા’માં ઇ.સ.૧૦૯૯માં ભીનમાળથી પાટણ અંતે ત્યારબાદ ઇ.સ.૧૭૮૩માં ધોળકા વસ્યા તે ઉપરઠી ‘ધોળકિયા’ કહેવાણાં.
૧૧. ધંધુકિયા : મૂળ ગૂર્જર કુંભાર અને ચાવડા અટક. વતન – ગૂર્જરદેશ (રાજસ્થાન) ઇ.સ.૧૨૭૦માં વાટલિયામાં ભળ્યાં. ઇ.સ.૧૬૦૮માં ધંધુકા આવી વસ્યા. તે ઉપરથી ‘ધંધુકિયા’ કહેવાણાં.
૧૨. નારીગરા : મૂળ અટક થોરડિયા. નારીના ગામ વસ્યા. તે ઉપરથી ‘નારીગરા’ કહેવાણા. ઇ.સ.૯૫૮માં વાટલિયામાં ભળ્યા.
૧૩. પૂંભડિયા : મૂળ અટક ધોયકિયા. ઇ.સ.૯૭૫માં વાતલિયામાં ભળ્યા. ઇ.સ.૧૪૮૩થી પૂંભડિયા થયા.
૧૪. માળવી : માળવાથી સ્થળાંતર કરીને આવ્યા, તેથી માળવી કહેવાયા. ઇ.સ.૯૬૦માં વાટલિયામાં ભળ્યાં.
૧૫. રાવલ : મૂળ મેવાડા બ્રાહ્મણ. મટાણાથી રાવલ ગામે આવ્યા તેથી રાવલ કહેવાયા. ઇ.સ.૧૦૨૦માં વાટલિયામાં ભળ્યા.
૧૬. રૂડકિયા : મૂળ અટક પંડ્યા. પંડ્યામાંથી પાંડવ અને પાંડવમાંથી રૂડકિયા થયા. ઇ.સ.૧૦૬૮માં વાટલિયામાં ભળ્યા.
૧૭. વોરા : મૂળ બ્રાહ્મણ. વતન મેવાડ. ત્યાંથી પાટણ, સિદ્ધપુર આવી વસ્યા. તેની ઉત્પત્તિ ઇ.સ. પૂર્વે ૫૦ થઈ. ૮ મી સદીમાં વટલાણા.
૧૮. સરવૈયા : મૂળ ચૂડાસમા-રાયજાદા. વતન જૂનાગઢ. તેમણે સરવા ગામ વસાવ્યું તે ઉપરથી સરવૈયા કહેવાણા. ઇ.સ.૧૩૦૮ માં વાટલિયામાં ભળ્યા.
અંતમાં બાકી રહી જતાં અગત્યના મુદ્દાઓ ચર્ચીએ. લેખક વોરા છે તેથી વાટલિયાનો આદિ પુરૂષ વોરા ખોળી કાઢ્યો તેવું રેખ કદાચ કોઇ માની બેસે. વાટલિયાની ઉત્પત્તિ બ્રાહ્મણમાંથી થઇ. વાટલિયાની કુલ ૮૪ અટકો પૈકી ૬ અટકો બ્રાહ્મણની છે-વોરા, વ્યાસ, રાવ અને જાજાતર. તો આ છ પૈકી કોઇપણ એક પ્રથમ હોય શકે તેવું લેખકનું પૂર્વે અનુમાન હતું. ત્યારબાદ, બારોટનો ચોપડો તપાસતાં, જાજાતર ઉપલબ્ધ નથી. રાવલ વિક્રમ સંવત ૧૦૭૭માં ‘વાટલિયા’માં ભળ્યા. વ્યાસ વિ.સં.૧૨૨૫માં વાટલિયામાં ભળ્યા. જ્યારે વોરાની ઉત્પત્તિ વિ.સં.૭માં દર્શાવી છે. તેથી વાટલિયાના આદિ પુરૂષ વિઠ્ઠલજી દયાળજી અટક વોરા ગણી છે.
વાટલિયાનો આદિ પુરૂષ વોરા હતો. તેથી વોરા અટકધારી એવુમ હરગીજ ન માની બેસે કે અમે ‘ઉચ્ચ’ કે ‘અસલ’ વાટલિયા છીએ. એ જ રીતે બ્રાહ્મણ, વાણિયા કે રજપૂતમાંથી અવતરેલી અટકવાળા રાવલ, વ્યાસ, ગોંડલિયા, ઘોઘારી કે સરવૈયાને પણ કોઇ વિશેષતા પ્રાપ્ત થઇ જતી નથી. કારણ કે આ લોકોની પેઢી દર પઢીમાં, તેમની અટક સિવાયની-બાકીની ૮૩ અટકો પૈકી અન્ય કોમમાંથી અ વતરેલી માતાઓ હતી. આમ, લોહીની સાગાઇમાં સૌ વાટલિયા એક જ છે. તેમાં અટકોને કારણે અંદરો અંદર કોઇ ભેદરેખા ઉભી થતી નથી-કોઇ જુદાં નથી.
આઝાદીની લડતમાં કોઇ ક્રાન્તિકારી કુંભાર હતો? જી હા, તેનું નામ… શ્રી ગુરૂદતસિંહ કુંભાર! એ ખૂંખાર ક્રાન્તિ-સેનાની હતો. બબ્બર અકાલી કેસમાં પ અકડાય ગયેલો. અંગ્રેજોએ તેમને મુલતાનની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપેલી.
અફસોસ… આ ફાંસી કોઇને જાણ કર્યા વગર છૂપી રીતે આપેલી. થોડા દિવસ પછી એક કેદી છુટીને બહાર આવેલો. તેણે ગુરુદત્તસિંહના કુટુંબીજનોને જણાવ્યું કે ‘ગુરૂદત્તસિંહ મોટી યાત્રાએ નીકળી ગયા છે!’
-પ્રવીણ વોરા