ઓફિસ સંપર્કં

1-ઉદય નગર, મવડી ચોકડી - રાજકોટ

ઈ-મેઈલ

info@rajkotvataliyaprajapati.com

પ્રજાપતિ-એકપરિચય

આપણે સૌ જાણેએ છીએ કે અસલ આર્યાવર્તમાં કોઇ વર્ણ વ્યવસ્થા નહોતી, સૌ આર્ય તરીકે ઓળખાતા. પાછળથી કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જેવી વર્ણ વ્યવસ્થા બની. જૂના સમયમાં ગ્રંથો નહોતા પણ ધર્મજ્ઞાન કે યજ્ઞાદિના મંત્રો મોઢે કરવામાં આવતા. આ મંત્રો શીખવવાનું કામ તે સમયમાં પ્રજાપતિ મહર્ષિઓ કરતાં. આ બાબત નીચેના શ્લોકથી જાણવા મળે છે.

આપણે સૌ જાણેએ છીએ કે અસલ આર્યાવર્તમાં કોઇ વર્ણ વ્યવસ્થા નહોતી, સૌ આર્ય તરીકે ઓળખાતા. પાછળથી કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જેવી વર્ણ વ્યવસ્થા બની. જૂના સમયમાં ગ્રંથો નહોતા પણ ધર્મજ્ઞાન કે યજ્ઞાદિના મંત્રો મોઢે કરવામાં આવતા. આ મંત્રો શીખવવાનું કામ તે સમયમાં પ્રજાપતિ મહર્ષિઓ કરતાં. આ બાબત નીચેના શ્લોકથી જાણવા મળે છે.

आधानं ब्रह्मणं प्रजापतिः । इष्टि बाह्मज्ञाति प्रजापतेः । (चारणीय मन्त्रार्षाध्याय : ३-११)
आपो वा इढं निराहजन । रामनूरे बाढ शिष्यत ।
सएला मिसटम परथल माहस्तयायजत् ॥ (काठक सं.११/१ तथा तै. सं.३/१/६/३०)

ઉપરોક્ત વિધાન શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં છે. આમાંનો આ ગ્રંથ યજુર્વેદને લગતો છે. તેના મૂળ પ્રવચનકર્તા અને આર્યાવર્તન ગુરુકૂળોના કુલપતિ (અધ્યાપક) મહર્ષિ પ્રજાપ્તિ આચાર્યહતા. તેમણે અનેક બ્રહ્મકુમારોને અધ્યયન કરાવ્યુ હતુ. તેઓ આર્યોન આચાર્ય (ગુરૂ) હતા. તેઓ શ્રેષ્ઠ હોવાથી તેમને ‘પ્રજાપતિ’ નામનું બીરૂદ મળેલું. તે પછીના કાળમાં તેમની ગણના દેવ તરીકે થઇ. અજ્ઞાદિ પૂજન વિધિમાં પ્રજાપતિ દેવની સ્થાપના-પૂજા આજે પણ થાય છે.

પ્રાચીન સમયના પ્રજાપતિ મહર્ષિઓ આચાર્યો હત તેથી તેમના વંશજોની જાતિ પ્રજાપતિ તરીકે ઓળખાય છે. આજે આ વંશને પ્રદેશ પ્રમાણે ઓળખાય છે. બંગાળ અને ઉત્તરપુર્વ ભારતમાં આ કોમ ‘પંડિત’ એવા નામથી ઓળખાય છે. ગુરૂ ઉપાધ્યાય-જ્ઞાનવાળા એવા અર્થ માટે ‘ઓઝા’ અટક આપણા ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે. પ્રજાપતિ કોમ યજુર્વેદિય બ્રાહ્મણ જાતિ હોવા સંબંધમાં શ્રીમાન વિભુદેવમૃત પંડિતજીએ વિસ્તારથી પોતાના ગ્રંથ ‘પ્રજાપતિજાતિ નિર્ણય’ માં આપેલ છે.

આપણને અહીં પ્રશ્ન થાય છે કે આટલી આદરભાવ પામેલી પ્રજાએ પોતાની એજસતા ક્યાં ગુમાવી? આ બાબત વિચારવા જેવી છે. ઘણા સમયગાણા સુધી સમાજ અતિ આદરને કારણે પ્રજાપતિ મહર્ષિ વંશજોમાં આળસ અને મદ વધતાં પોતાના કર્મ-કાંદની ફરજ ચૂક્યા, પરિણામે તેમનો દરજ્જો ધીમે ધીમે ઉતરવા લાગ્યો અને તેઓએ ગુરુપદ ગુમાવ્યુ. સમાજમાં સ્થાપના ગુમાવતા ગુજરાનની સમસ્યા આવી. ૠષભદેવ જેવા મહાપુરુષની દોરવણીથી માટીકામનો ધંધો ગ્રહણ કર્યો. નવીન ધંધો (માટીકામ)ના આધારે તેઓને વધારાની અટકો મળી. માટીના વાસણ નળિયા કોઠીઓ વગેરે બનાવનાર પ્રજાપતિઓ (કુંભમાટીના-કાર-કરનાર) કુંભરકાર કે કુંભાર કહેવાય જે વિશેષરુપે લોકોમાં પ્રચલિત થઇ. ગુર્જર સોરઠીયા, ચાંપાનેરી, લાડ, વરિયા, મારુ વગેરે અટકો પ્રજાપતિઓ જે સ્થાનમાં રહ્યાં તેના આધારે મળેલ છે. અહીં એક બાબત સ્પષ્ટ કરવી છે કે સૌ જાતિમાં મૂળ અટક (જાતિ) પ્રજપતિ છે એટલે સૌએ સરકારી દાખલા, વ્યવહાર, શાળા, મહાશાળાઓમાં જાતિ તરીકે સૌએ ‘પ્રજાપતિ’ શબ્દ્નો જ ઉપયોગ કરવો જોઇએ.

સેંકડો વર્ષ પહેલાં પૂર્વજોની ઉચ્ચ નીતિને કારણે પ્રજાપતિ જ્ઞાતિ ઉચ્ચ અને પવિત્ર હતી તે કેળવણીના અભાવે ઉતરતી પંક્તિમાં આવી, પણ પુરાણી ઓળખાણ ગુમાવી નથી. હજુ પણ પુરાતન શ્રેષ્ઠતાની નિશાનીઓની ઝલક સમાજમાં જોવા મળે છે. આજે પણ અસલ પ્રયત્ન કરવામાં આવે તો અસલ સ્થાન પ્રાપ્ત થાય તેમ છે. ફક્ત આ દિશામાં વિચારો બદલીને કાર્ય કરવાનું છે. આજે પણ ઉચ્ચ અને શુદ્ધ માણસ મુસાફરીમાં શુદ્ધ પાણે, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક, સારા વિચાર અને નિર્ભયતા (શાંતિ) માટે પ્રજાપતિના ઘરને પસંદ કરે છે. અનાદિકાળથી ગામમાં ઉચ્ચ ગણાતી જાતિઓને ત્યાં વધારે સુખ સગવડ મળવાની આશા હોવાછતાં સૌ લોકો પ્રજાપતિને ત્યાં ઉતરે છે. આ બતાવી આપે છે કે આપણી શ્રેષ્ઠતા અને પવિત્રતા કેટલીક ઉચ્ચ હતી! મહર્ષિ પ્રજાપતિ આચાર્યના શિષ્યો, પ્રશિષ્યો મહાન વિદ્વાનો હતા, જેમણે બ્રાહ્મણ ગ્રંથો અને ધર્મગ્રંથો રચ્યા હતાં. પ્રજાપતિ કોમમાં સાત્વિક ગુણોના બીજ રહેલ જોવા મળે છે. પૂર્વજોના વિધાદાનના અમૂલ્ય પુણ્યબળથી અનેક ભક્તો અને મહાપુરુષો પ્રજાપતિ કોમમાં જનમ્યાં છે. જે કાળમાં હિરણ્યકશ્યપ જેવા અસુર રાજાએ ઇશ્વર સ્મરણને સ્થાને પોતાનું સ્મરણ કરવા પ્રજા ઉપર દબાણ કર્યું ત્યારે સ્મરણ કરનાર સત્યવક્તા, નીડર અને પ્રભુભક્ત શ્રીબાઇ (સરીબાઇ) અને હરિદાસ પ્રજાપતિ દંપતિ હતાં આજે પણ ગોરોકુંભાર રંકા-વંકા અને સવા ભગતના ભજનો સુતા અવાજે ભાવપૂર્વક ગવાય અને તેનું મહત્વ સમાજાય છે. આ જ રીતે પ્રજાપતિ સમાજમાં અનેક મહાન પુરુષો થયા છે. આપણી જ્ઞાતિ વેદકાળ અને તે પછીના સમયમાં ઉચ્ચ અને પવિત્ર હતી. અને તેના ઘણા બધા પ્રમાણો છે તે જોઈએ.

મોટા મોટા પંડિતોએ શોધખોળ કરી સાબિત કર્યુ છે કે, પ્રજાપતિ જાતિ યજુર્વેદી બ્રાહ્મળનિષ્ટ, યોગી, મંત્રદ્દસ્ટા, ઋષિમુની તથા આચાર્યો થયા છે. દેવોના ગુરુ બૃહસ્પતિ, ભારદ્વાજ, જનકના ગુરુ, જગતગુરુ શંકરાચાર્ય આદિ યજુર્વેદ બ્રાહ્મણ છે. પરંતુ આજે પ્રજાપતિ જાતિ આ ગૌરવ ન જાણવાને લેધી લગુતામાં ગરકાવ થઈ ગઈ છે. તેથી જ અજાણ લોકોને મિથ્યા કલ્પનાઓ કરી આ સમાજને શુદ્ધ, અતિશુદ્ધ વર્ણાધર્મ કહેવાની હિંમત થઇ છે, અને આપણે આ દિશામાં વિચારવાનું બંધ કર્યું છે. આ વાતવિવાદ, કુસંપ અને મિથ્યા પૂર્વગ્રહણને કારણે સ્થાન અને માર્ગ ભૂલ્યા છીએ. પ્રજાપતિ જાતિ બ્રાહ્મળ પ્રમાણિત થાય છે તેના આધારો આ મુજબ છે.

બ્રાહ્મણ ગ્રંથોને તપાસતાં જણાય છે કે મહર્ષિ પ્રજાપતિ જે અમૈથુનિ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલ સ્વયંભૂ બ્રહ્માના પુત્ર હતા જેને થયાને આજે ૧૯૭૨૯૮૯૦૭૦ વર્ષ થવા આવ્યા છે. શતપથ १०/६/४/ए॥ १४/७/१२ वा बबुहदारज्यक ४/६/३/ ६/५/३ નાં વંશ બ્રાહ્મણ અનુસાર બ્રહ્મા પછી તેના પુત્ર પ્રજાપતિ ઋષિ થયા आधान ब्रह्मण प्रजापतिः । इष्टि ब्रह्मणानि प्रजापतेः । (चारणीय मन्त्रार्षाध्याय : ३-११) આપણે એના સંતાનો છીએ. જેને પ્રજાપતિ કહેવામાં આવે છે. મૂળ શબ્દ પ્રજાપ્તિ તે ઉપરથી પ્રજાપતિ શબ્દ વપરાય છે. મહર્ષિ પ્રજાપતિ યજુર્વેદી બ્રાહ્મણ હતા.

મહર્ષિ પ્રજાપતિનું વર્ણન છાન્દોગ્યોપનિષદની ઇન્દ્રવિરોચન આખ્યાયિદા ખંડ ૭ થી ૧૫ સુધીમાં મળે છે.

યજુર્વેદનો ઉપવેદ જે વૈદક શાસ્ત્ર છે તેના પ્રવક્તા સર્વ પ્રથમ પ્રજાપતિ ઋષિના પિતા સ્વયંનૂ બ્રહ્મ હતા. તેમની પાસેથી મહર્ષિ પ્રજાપતિએ જ્ઞાન ગ્રહણ કર્યું અને તેમની પાસેથી અશ્વિનકુમારે આ જ્ઞાનને ઇન્દ્ર દ્વારા કાશીના રાની દેવદાસ સુધી પહોંચ્યું. આ કાશીના બીજા રાજાનું નામ ધન્વન્તરી હતું. તેમણે આ જ્ઞાનનો ઉપયોગ પ્રજાકલ્યાણ માટે કર્યો.

યજુર્વેદથી યજ્ઞ કર્યા પછી બીજા દેવોથી થયા (શતપથ) આ યજ્ઞાદિ કાર્ય માટે કળશ, ચરુ, દીપક, કોડીયા, ઢાંકણ, કપાસ, હંડિકા આદિ માટીના વાસણો બનાવવાનું વર્ણન યજુર્વેદ અધ્યાય ૧૯-૪૪-૪માં આવે છે, તે મુજબ આ કાર્ય બ્રાહ્મણો કરતા હતા.

આવા તો અસંખ્ય પુરવા ધર્મશાસ્ત્રમાં જોવા મળે છે. આમેય પ્રજાપતિ જાતિનો ઇતિહાસ ગૌરવપ્રદ છે. અનેક મહાન પુરુષોએ પ્રજાપતિ સમાજને નામના અપાવી છે. આ નક્કર સત્ય છે.

પાંડવો કુંભારજાતિને ત્યાં થોડા સમય માટે રોકાયા હતા. ભગવતીસુત્ર નામના જૈનગંથ અનુસાર મહાવીર સ્વામીનો વૈચારીક કટ્ટર હરીફ ગોશાલક નામની પ્રજાપતિ બાઇએ ઉછેરીને તત્વજ્ઞાનમાં પ્રવીણ કર્યો હતો. ગોશાલક નિયતિવાદી અને મહાવીર મહાવીર સ્વામી સ્યાદવાદી હતાં. જ્યોઅતિષના વિદ્વાનો વર્ષની શરુઆત શાલીવહન શકથી ગણે છે, આ શાલીવહનને કોઇ પણ જ્યોતિષી મહાન ગણે છે. કુભારને ત્યાં ઉછેરલા શાલીવહને દક્ષિણ હિંદ્નું સામ્રાજ્ય સ્થાપ્યું હતું, તેણે પ્રતાપી વિક્રમને પણ હરાવ્યો હતો. ભારમાં તેના નામથી શરુ થયેલો સંવત હજુ સુધી પણ ચાલું છે. ગોદાવરી નદીના કિનારે આવેલા પેઠાણ શહેરમાં આજથી ૧૯૦૦ વર્ષ પહેલાં આ વીર વિક્રમ રાજા પ્રજાપતિને ત્યાં થયેલો.

પ્રાચીન સમયમાં આવા તો સંખ્યાબંધ ઉદાહરણો છે. જ્યારે ભારતવર્ષ પરાધીન થયું ત્યારે કુંભકાર જાતિને ઘણું સહન કરવાનું આવ્યું જો કે સંતો અને વિદ્વાનો કુંભકારને ત્યાં જ ઉતરતા હોવાથી તેમેનો લાભ આપણા સમાજને મળેલો. સોલંકીયુગ દરમ્યાન સિદ્ધરાજના ભયથી ભાગતા કુમારપાળને પ્રજાપતિએ જ આશરો આપેલો. કુમારપાળ રાજા થતા પ્રજાપતિને થોડા ગામો બક્ષિસમાં આપીને તેને નાનો રાજા બનાવવામાં આવેલો. સોરઠના રાજા રા’કેંગાર રાણી રાણકદેવીને જન્મતા માતા-પિતાએ અશુભ ગણીને ત્યજી દીધેલ, તેને ઉછેરીને કુંભકાર દંપતિએ સંસ્કાર આપેલા. આવા તો ભૂલાયેલા ઇતિહાસનાં અસંખ્ય પાત્રો છે જે આજે દંતકથારૂપ બોલાય છે.

કુંભકાર, પ્રજાપતિ કે પછી ઓઝાથી ઓળખાતી આપણે વિવિધ અટકો મૂળ સ્વરૂપે ગુણ તથા ધંધાની દ્રષ્ટિએ નીચી નથી. જગતનો સભ્ય સમાજ તેને હલકી ગણતો પણ નથી. તેમ છતાં આજે આપણા જ સમાજમાં પોતાને હલકા માનવાની અજ્ઞાનતા પ્રવર્તે છે. આપણે કોઇ પણ રીતે નીચે ઉતરતા નથી. આપણો માટીનો ધંધો ઉજળો છે. જૈનગ્રંથોમાં સંદાલક નામના પ્રજાપતિની વાત આવે છે. તેઓને ત્યા ૫૦૦ની ભાડા વાસણના થતા હતા. સમયને અનુરુપ ઉદ્યોગ, વિદ્યા અને સભ્યતા પ્રાપ્ત કરવાથી સમાજને પ્રતિષ્ઠા મળે છે. સમાજ ગુણવાન અને સુસભ્ય બને તો દેશને સુરાજ્ય આપવામાં આપણું પ્રદાન ગણાશે. બસ આ જ પ્રજાપતિ જાતિની પહેચાન છે.